પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-10-2010, જૂનાગઢ
સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા બેઠા હતા. સામે બેઠેલા કલ્યાણમૂર્તિ સ્વામી કહે : ‘હજી બે દિવસ વધારે રોકાઈ જાવ. જેથી વધારે આરામ થાય.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘મારે તો આરામ જ છે, જ્યાં જઈએ ત્યાં.’
થોડી વાર મૌન રહ્યા પછી સંતોએ પુનઃ યાદ કરાવતાં કહ્યું કે ‘હમણાં આપને વિનંતી કરી એ બાબતમાં આપે કશું વિચાર્યું ?’
હરિનારાયણ સ્વામી કહે : ‘રોકાવ તો આરામ મળે.’
સ્વામીશ્રીએ ફરીથી કહ્યું : ‘અમારે આરામ જ છે. સવારે ઠાકોરજીનાં દર્શન થાય, પૂજા થાય ને પછી હરિભક્તોને મળાય છે.’
આટલું કહીને પોતાની ભાવના વ્યક્ત કરતાં સ્વામીશ્રી કહે : ‘આપણે તો હરિભક્તો રાજી થાય, સંતો રાજી થાય, ઠાકોરજી રાજી થાય, એ જ કરવાનું છે ને !’
Vachanamrut Gems
Gadhadã III-32:
A Corrupted Mind
“On the other hand, a person who has a corrupted mind believes, ‘Such a great God is the uplifter of the wretched and the redeemer of sinners. So why worry about slightly breaching the disciplines of dharma? After all, God is capable of granting liberation.’ In this manner, he does not hesitate in committing sins under the pretext of knowing God’s greatness. Such a person should be considered wicked and sinful. Such a person, even though he may superficially appear to be a devotee, should not be considered a devotee, and one should not remain in his company…”
[Gadhadã III-32]