પ્રેરણા પરિમલ
કરવાવાળા ભગવાન જ છે
તા. ૧૩ મે, ૨૦૦૭, નૈરોબી
બૅન્ક ઓફ બરોડાના બ્રાન્ચ મૅનેજરો પ્રમુખ સ્વામી મહારાજનાં દર્શને આવ્યા હતા.
કિસુમુ બ્રાન્ચના મૅનેજર કાબરાએ કહ્યું : 'આપનામાં એવી કઈ શક્તિ છે કે આપના મુખમાંથી એક શબ્દ નીકળે ને બધા કુરબાન થઈ જાય છે ?'
સ્વામીશ્રી કહે, 'કામ કરવાવાળા ભગવાન છે. એમની કૃપાથી જ બધું થાય છે અને ગુરુની કૃપાથી બધું થાય છે. જે કંઈ કરીએ છીએ એમાં કરવાવાળા ભગવાન જ છે. એમની પ્રેરણા વગર કશું જ થઈ શકતું નથી. એ જ એનું રહસ્ય છે.'
કાબરા સાહેબ કહે : 'હવે આપ બીજું કયું વિશિષ્ટ કાર્ય કરવા માગો છો ?'
સ્વામીશ્રી કહે : 'ભગવાન જે પ્રેરણા કરે એ કાર્ય અમે કરીએ છીએ. કારણ કે એમનાથી જ કાર્યો થાય છે. જે કંઈ કાર્ય થાય છે એમાં ભગવાનનું જ આયોજન હોય છે.'
Vachanamrut Gems
Panchãlã-1:
Aim to Attain God's Abode
"Therefore, keeping this thought in mind, all of you should resolve, 'Now we want to reach only the abode of God; we do not want to be tempted by the vain pleasures of the panchvishays along the way.' So, please keep such a firm resolve. Because what I have told all of you is My principle, please imbibe it firmly in your lives."
[Panchãlã-1]