પ્રેરણા પરિમલ
યૉગીજી મહારાજના પ઼ેરક પ઼સંગૉ
યોગીજી મહારાજ ગોંડલમાં બિરાજતા હતા. એકાએક માંદગી ગ્રહણ કરી. શરીર તાવથી તપવા લાગ્યું. ત્રણ દિવસ સુધી સતત તાવ રહ્યો. ત્રણ દિવસના ઉપવાસ પણ થયા હતા. તેમાં વળી રાત્રે શૌચ જવું પડતું, ત્યારે બધા ના પાડે છતાં સ્વામીશ્રી તકલીફ વેઠીને પણ શૌચ પછી સ્નાન કરતા.
વળતે દિવસે નાહીધોઈ પૂજા કરવા બેઠા. ખૂબ જ અશક્તિ હતી. બેસાતું પણ નહોતું, છતાં પૂજામાં બેઠા. ઠાકોરજીની મૂર્તિઓ પધરાવી. પુષ્પ ચઢાવ્યાં. પ્રસાદ ધરાવ્યો. માળા ફેરવી. સમગ્ર વિધિ નિયમ મુજબ જ કરી. પછી પ્રદક્ષિણા કરવાની સૌએ ઘણી ના પાડી પણ તેઓ કહે, 'ના, બે કરી લઉં. મને કંઈ થવાનું નથી.' એમ કહી માંડ માંડ ઊઠ્યા ને પાંચ પ્રદક્ષિણા કરી અને બે દંડવત્ પ્રણામ પણ કર્યા. પૂજામાં દર્શન કરતા સૌ સ્વામીશ્રીની આ પરાભક્તિ જોઈ જ રહ્યા હતા !
પૂજા કરી સ્વામીશ્રી અક્ષરદેરીમાં પધાર્યા. અહીં દર્શન કરી જેવા પાછા ફર્યા કે તુરત પથારીમાં ઢળી જ પડ્યા, પછી એક ક્ષણ પણ બેસી શક્યા નહિ.
બે દિવસ પછી રવિવાર હતો. ગુરુપૂર્ણિમાનો દિવસ હતો. વરસાદ પડતો હતો. સ્વામીશ્રીને અશક્તિ એટલી જ હતી. ડૉક્ટરોએ પથારીમાંથી ઊઠવાની પણ ના પાડેલી. સ્વામીશ્રીએ અક્ષરદેરીમાં જવાની તૈયારી કરી. તેઓ કહે, 'બધા હરિભક્તો આવ્યા છે, જવું પડે.'
બધા સેવકોએ ઘણું રોક્યા પણ સ્વામીશ્રી કહે, 'ના, મને કાંઈ થવાનું નથી.'
'પણ બાપા, ડૉક્ટરોએ ખાસ ના પાડી છે.'
'ડૉક્ટરોએ ભલે ના પાડી. આ તો અક્ષરધામ છે. અક્ષરદેરીમાં મારો વાળ પણ વાંકો થવાનો નથી. હરિભક્તો ઠાકોરજીની સેવા કરે, આપણાથી ના કેમ પડાય ?'
વરસાદ અને પવન ઘણો હતો પણ ન છૂટકે આજુબાજુ, ઉપર-નીચે, આડશ ગોઠવી સ્વામીશ્રીને દેરીમાં લઈ ગયા. બહાર વરસાદની હેલી વરસતી હતી. અંદર દેરીમાં સ્વામીશ્રીએ સૌનાં ઉપર આશીર્વાદની વર્ષા કરી. હરિભક્તોને રાજી કર્યાનાં ઉમંગમાં સ્વસ્થતા અનુભવતા, સ્વામીશ્રી ઉતારે પધાર્યા. ત્રણ ડીગ્રી તાવમાં પણ ન્હાવું, ધોવું, પૂજા, દંડવત્, પ્રદક્ષિણા બધી જ વિધિ નિયમસર પ્રેમથી શ્રદ્ધાપૂર્વક કરતા સ્વામીશ્રીને જોઈને સૌ દ્રવિત થઈ ગયા.
Vachanamrut Gems
Gadhadã III-34:
The Jiva Attains Liberation only by the Following Means
“In this realm, the jiva attains liberation only by the following means: faith in the manifest form of God, His darshan and His constant remembrance. After all, it is said in the Shrimad Bhãgwat that even those who insulted God, namely Kansa, Shishupãl, Dantvakra, etc., attained liberation since all of them had constant remembrance of God. Thus, liberation is attained by constantly remembering God. And since all of you possess such remembrance, your liberation is assured.
[Gadhadã III-34]