પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
દિવ્ય સંનિધિ પર્વ’માં કાર્યકરો દ્વારા સુંદર સંવાદ ‘અનોખી અદાલત’ ભજવાયો. ક્રમ એવો હતો કે અગ્રેસરોને આરોપીના કઠેડામાં ઊભા રાખીને તેમની નીચેના કાર્યકરો તેમની ભૂલો બતાવે, ને સ્વામીશ્રી તેનો નિર્ણય આપે. તેમાં એક અગ્રેસરની ફરિયાદ સાંભળીને સ્વામીશ્રી વરસી પડ્યા :
“મોટાપુરુષ બધું કરી શકે છે. આપણા કોઈની જરૂર નથી. માટે ઉત્સાહથી, પ્રેમથી, ગરજથી સેવા કરી લેવી. આ સેવા મળશે જ નહીં. આ સેવા આપી છે - આપણા ઘડતર માટે. માટે ભાગ્ય માનીને સેવા કરવી. ભાગ્ય મનાય એટલે કોઈ વસ્તુ બાકી રહે નહીં. કોઈ દોષ ઊભા ન રહે. માન-ઈર્ષ્યા-દેખાવ બધું જ ખસી જાય ને સેવા સિવાય કાંઈ સાંભરે જ નહીં. આ સંવાદમાં તો... (વાક્ય અધૂરું છોડ્યું, પછી કહે :) પોલ બહાર પાડું ? (બધાએ હા કહી) (સ્વામીશ્રી કહે :) તમે બધા સમર્પિત જ છો, પણ આ તો સ્પષ્ટતા માટે કર્યું. અનંત કોટિ બ્રહ્માંડ રચનારા ભગવાન છે, તેને તમારી ક્યાં જરૂર છે ? કૃપા કરીને સેવા આપી છે. માટે કરી લેવી.”
Vachanamrut Gems
Panchãlã-7.9:
Not Developing Delusion in God
"… Furthermore, whichever human traits seem apparent in that God should be understood to be like the 'mãyã' of a magician. One who has such an understanding does not develop any form of delusion for that God in any way."
[Panchãlã-7.9]