પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-9-2010, સારંગપુર
સ્વામીશ્રી અમેરિકાના ડેટોનાબીચ નગરમાં હતા. સંતો સાથે બેઠા હતા. ત્યાં એક અગત્યનો ફોન આવ્યો. અગત્યની વાત એકલા કરવાની હોવાથી સ્વામીશ્રી જાતે જ ઊભા થઈને બહાર જતા રહ્યા, પણ સંતોને ઊભા થવાની આજ્ઞા ન કરી. આ પ્રસંગની વાત બ્રહ્મદર્શન સ્વામીએ કરી.
સ્વામીશ્રીને પૂછ્યું : ‘અમે સૌ સંતો તો આપના શિષ્ય છીએ અને આપની અનુકૂળતા સાચવવી એ અમારી ફરજ છે, છતાં પણ આપે જાતે ઊભા થઈ બહાર જવાનું પસંદ કર્યું ને સંતોને બહાર ન જવું પડે એવો વિચાર આપે કર્યો, તો સંતોનો આવો મહિમા આપને કઈ રીતે સતત રહે છે ?’
સ્વામીશ્રી : “આવો પ્રસંગ હોય ત્યારે દસને ઊભા કરવા એના કરતાં આપણે ઊભા થઈ બહાર જઈને વાત કરી લઈએ તો એમાં શું વાંધો છે ? કોઈની એવી વાત હોય તો બીજાને એમ થાય કે આ હરિભક્ત આવો છે ? એટલે એ બધી સત્સંગની રીત છે. શ્રીજી-મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ પણ એ રીતે વાત કરતા હતા. આપણે ઊભા થઈને બહાર જઈને વાત કરી લઈએ તો બીજો અસમાસ ન થાય, ખરાબ ન લાગે ને અવગુણ ન આવે. એટલે એ રીતે મોટાપુરુષ બધું કરી ગયા છે. એ જોઈશું એટલું સુખ થશે.”
Vachanamrut Gems
Gadhadã II-47:
Corrupt Intentions will Cause One to Fall
“Also, if a person is staying with a senior sãdhu due to the temptation of obtaining tasty food or drink, or due to the temptation of obtaining nice clothes, or due to the temptation of collecting objects that he likes, then he should not be considered a sãdhu at all. Instead, he should be known to be an extremely wretched person and like a dog. One who has such corrupt intentions will ultimately fall from Satsang.”
[Gadhadã II-47]