પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે સ્વામીશ્રી સત્સંગ પ્રવૃત્તિના અગ્રેસર કાર્યકરોને ‘દિવ્ય સંનિધિ પર્વ’માં લાભ આપવા સાયંસત્રમાં પધાર્યા.
સ્વામીશ્રીને વિનંતી કરાઈ કે ‘આપે કરેલી આપને ઇદં સાંભરી આવતી સેવાની વાત કરો, જેની સ્મૃતિ સાથે અમે પણ શ્રેષ્ઠ સેવા કરી શકીએ.’
સ્વામીશ્રી કહે :
“એક વાર યોગીબાપા ગોંડલમાં હતા. ભઈલુભાઈ નવો ખટારો પૂજન કરવા લાવેલા. યોગીબાપાએ તેમાં ઉકરડો નાંખવાની સેવા શરૂ કરાવી. તે વખતે મને યાદ કર્યો : ‘માનત સ્વામી ક્યાં ?’
કોઈકે કહ્યું : ‘તાવ આવે છે.’ મને 103 ડિગ્રી
તાવ આવેલો.
યોગીબાપા કહે : ‘બોલાવો. બધું મટી જશે.’
હું ગયો. 2 કલાક તે સેવા કરેલી. તાવ તો મટ્યો નહીં પણ તે સેવા યાદ રહી ગઈ.”
Vachanamrut Gems
Loyã-11:
From Whom Should Scriptures be Heard?
"… Therefore, one should only hear the sacred scriptures from a holy person, but never from an unholy person."
[Loyã-11]