પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-2-2010, ગાંધીનગર
એક બાપ પોતાના પુત્રને લઈને આવ્યા હતા. પુત્ર હજી કૉલેજમાં ભણે છે, પરંતુ એને પોતાના જ મિત્રની બહેન સાથે નાતો જોડાઈ ગયો છે. આ બહેનને છૂટાછેડા થયેલા છે. વળી, એના આખા કુટુંબમાં સત્સંગ તો નથી જ, પરંતુ દારૂ અને માંસાહારની બદીઓ ઘર કરી ગયેલી છે. એના પિતા દારૂ વેચવાનો ધંધો પણ કરે છે. છોકરાને આ પરિસ્થિતિ જણાવ્યા પછી પણ એ યુવક ટસથી મસ થતો ન હતો.
સ્વામીશ્રીને જ્યારે આ વાત કરી ત્યારે સ્વામીશ્રીએ એ યુવકની સામે જોઈને કહ્યું : ‘મા-બાપે તને જન્મ આપ્યો છે અને મા-બાપ તને સારા માટે કહે છે. પેલી બાજુ સંસ્કાર સારા છે નહીં. મોહ તો થોડો વખત રહે, પણ મોહ ઊતરી જશે પછી દુઃખી થઈશ. માટે આપણે કરવું નથી, તારાં મા-બાપને રાજી કરજે.’
પેલો યુવક કહે : ‘તો પછી મારા બાપુજીને આપ કહી દેજો કે હું બીજે ક્યાંય લગ્ન કરીશ નહીં.’
સંતો કહે : ‘આ અત્યારે આવેગમાં અને મોહમાં બોલે છે.’
સ્વામીશ્રી કહે : ‘તું સમજ. આ તારા સારા માટેની વાત છે. જે મા-બાપે તને મોટો કર્યો છે એ તને તારા સારા માટે આ કહે છે, તું એમ માન. એમની ઇચ્છા નથી એમ અમારી પણ ઇચ્છા નથી. તું હેરાન થઈશ. તને બીજું સારું પાત્ર મળશે. અત્યારે થોડું ભણવાનું બાકી છે એ ભણી લે.’
સ્વામીશ્રીએ એ યુવકને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એના મોઢા ઉપરથી અંદરથી સમજ્યો હોય એવું હજી લાગતું ન હતું. સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા.
સ્વામીશ્રી ક્યારેય પોતાની શ્રદ્ધા ગુમાવતા નથી. તેઓ શ્રદ્ધાપૂર્વક સાચી સલાહ આપે છે, પૂરતા પ્રયત્ન કરે છે અને પછી ભગવાન ઉપર છોડી દે છે.
Vachanamrut Gems
Gadhadã II-14:
Without Conviction all Efforts are Pointless
“… But a person without such a conviction of God – even if he is a sincere renunciant and is vigilantly striving to eradicate lust, anger, avarice, etc. – will not be able to eradicate those vicious natures by his efforts alone. Ultimately, he will become evil and go to narak.”
[Gadhadã II-14]