પ્રેરણા પરિમલ
અત્તર અમારે નહીં, ઠાકોરજી માટે
સ્વામિનારાયણ સંપ્રદાયના મહાતીર્થસ્થાન અને યોગીજી મહારાજના આરાધ્યસ્થાન અક્ષરમંદિર, ગોંડલમાં એકવાર બપોરે કથા ચાલી રહી હતી. યોગીજી મહારાજ, સંતો અને કેટલાક હરિભક્તો કથાનો લાભ લઈ રહ્યા હતા. એવામાં ત્યાં એક અત્તરનો વેપારી આવી પહોંચ્યો. પોતાની વસ્તુઓની પ્રશંસા કરતા તે અત્તરનાં જુદાં જુદાં પૂમડાં તૈયાર કરીને સ્વામીશ્રીને ધરવા લાગ્યો. પણ સ્વામીશ્રીએ તેમના તરફ જોયું જ નહિ અને દાજીબાપુ, ભટેશા વગેરે હરિભક્તો બેઠા હતા તેમને લઈ લેવા કહ્યું. તે વેપારી બીજાં પૂમડાં તૈયાર કરતો હતો પણ સ્વામીશ્રીએ તેને તેમ કરવા ના પાડી અને જરા અણગમો બતાવતાં કહે, 'અમારે સાધુને ન સુંઘાય, ઠાકોરજીને ધરાય કાં હરિભક્તને અપાય. પણ અમારે તે ન હોય.'
પછી અચાનક કહે, 'અત્તર છે બહુ સારું, આખું મંદિર સુગંધથી ભરાઈ ગયું. ઠાકોરજી માટે તેનો ઉપયોગ કરવો.' એમ પ્રશંસા કરી યોગીજી મહારાજે અત્તરવાળાને ખુશ કરી દીધો. જો કે પોતે તો એ પૂમડાંથી-જેમ અસ્પૃશ્ય હોય એમ તનથી અને મનથી-દૂર જ રહ્યા હતા. પછી તે વેપારીએ સ્વામીશ્રી ઇચ્છાથી એક ઉત્તમ પ્રકારના અત્તરની બાટલી ઠાકોરજીને અર્પણ કરી.
Vachanamrut Gems
Gadhadã III-21:
Do Not See the Flaws of a Devotee
“Moreover, I do not see the flaws of a devotee of God, however much at fault he may be. I believe that even if there are some intrinsic, minor flaws in a devotee of God, one should overlook them. If those flaws are in oneself, however, then one should endeavour to eradicate them. But if that type of flaw appears in a devotee of God, one should not take note of that flaw. One should perceive flaws in a devotee only if he were to lapse in his observance of some major religious vow but not on account of some other minor flaw.”
[Gadhadã III-21]