પ્રેરણા પરિમલ
આજ્ઞાથી કરીએ એ માળા જ કહેવાય
તા. ૧૮-૦૭-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, અષાઢ સુદ ૧૧, સોમવાર, દિલ્હી
સાંજે ભ્રમણ કર્યા પછી આસન કરીને પ્રસાદ અંગીકાર કરતી વખતે સામે બેઠેલા હર્ષદભાઈ ચાવડા કહે : 'આપ જ્યારે અક્ષરધામનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારપછી મારા મનમાં એક સંકલ્પ એવો હતો કે આપને કહું કે અક્ષરધામ ઉપર શિખર ચડી ગયું. હવે મને માળા આપો જેથી માળા સિવાય બીજું કાંઈ જ કરવું નથી.'
આ સાંભળતાં સ્વામીશ્રી કહે : 'આજ્ઞાથી જે થાય છે એ માળા જ છે. તું જેટલા પથરા ફેરવે એટલી માળા જ છે. પૂજામાં માળા કરીએ કે બીજીત્રીજી રીતે માળા કરીએ એમાં વાંધો નહીં, પણ હજી મંદિરો કરવાનાં છે, એટલે આજ્ઞાથી કરીએ એ માળા જ કહેવાય. ધ્યાન તો કરવાનું છે, પણ સેવાનું કામ છે એ ધ્યાન કરતાં અધિક કહેવાય. સંપ્રદાયમાં પહેલેથી જ ધ્યાન તો થતું આવ્યું છે, પરંતુ ભગવાન માટેની સેવા કરવા ટાણે ધ્યાનને એકબાજુ મૂકી દેવું જોઈએ. સેવા હોય ને ધ્યાન કરવા જાય એમાં દેહાભિમાન વધી જાય અને ભગવાન ને સંતની સેવા ન થાય. હરિભક્તો આવ્યા હોય ત્યારે રમાડવા-જમાડવા પડે, જાતે જવું પડે, ઊભા થવું પડે એ વખતે ધ્યાન ગૌણ થઈ જવું જોઈએ.'
Vachanamrut Gems
Loyã-3:
Accepting God's Wish
"… Therefore, a devotee of God would not be elated if God were to protect him physically; and he would not be disappointed if he were not protected. Instead, he would remain carefree and continue to worship God."
[Loyã-3]