પ્રેરણા પરિમલ
મહિમાની વાતો કરવી ને સાંભળવી...
(તા. ૦૮-૦૧-૨૦૦૮, મુંબઈ)
સારંગપુરમાં યુવા તાલીમ કેન્દ્રમાં અનેક યુવાનો જીવનઘડતરની તાલીમ મેળવી રહ્યા છે. આવા એક મુમુક્ષુના પત્રના ઉત્તરમાં સ્વામીશ્રીએ લખ્યું : 'ટ્રેનિંગ સેન્ટરમાં અભ્યાસ બરાબર કરજે, જે સેવા મળે એ મહિમાથી કરવી. સર્વે સંતોનો રાજીપો મેળવવો. સાથે રહીને દરેકનો મહિમા સમજીને અવગુણ ન જોતાં, સર્વના ગુણ જોવા, મહિમાની વાતો કરવી ને સાંભળવી. ઠાકોરજીનાં દર્શન અને સેવા બરાબર કરવા, આળસ ન રાખવી. આજ્ઞા-ઉપાસના, નિયમ-ધર્મ, કથાવાર્તાની વિશેષ દૃઢતા થાય, તેઓની વાતો સાંભળવી. નાનામોટાનો મહિમા સમજીને અભ્યાસ સારો કરવો.'
Vachanamrut Gems
Gadhadã I-38:
Mental Detachment
"Furthermore, a householder should engage in worldly activities physically, but mentally - just like the renunciant - he should also remain free of worldly desires and contemplate on God. Also, he should engage in social activities according to the command of God…"
[Gadhadã I-38]