પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-9-2010, સારંગપુર
એક યુવકનો પત્ર હતો : એક છોકરી સાથે એને પ્રેમ હતો, પણ છોકરીએ દગો દીધો અને એને છોડી દીધો હતો. પત્રમાં એણે લખ્યું હતું કે ‘મને એ જ છોકરી પાછી મળે એવા આશીર્વાદ આપો. અત્યારે તો વ્યસની થઈ ગયો છું.’
સ્વામીશ્રીએ એ યુવકને ફોન જોડાવ્યો અને સમજાવતાં કહ્યું : ‘અત્યારથી જે થયું તે સારું જ થયું. આટલેથી જ પતી ગયું. લગ્ન થયાં પછી જો આ રીતે દગો કર્યો હોત તો મોટી મુશ્કેલી આવત.’
પછી સ્વામીશ્રી કહે : ‘પૂજા ને તિલક-ચાંદલો કરજે તો ખોટું કામ કરતાં શરમ આવશે. ‘આપણાથી આવું ન થાય’ - એવું મનમાં થશે. તિલક-ચાંદલો હશે તો વ્યસન પણ છૂટી જશે.’
યુવક કહે : ‘એને હું ભૂલી શકતો નથી.’
સ્વામીશ્રી કહે : ‘પ્રાર્થના કરીશું, બધું ભુલાઈ જાય ને શાંતિ મળે.’
Vachanamrut Gems
Gadhadã III-8:
The Greatest Obstacles in Bhakti?
Then Muktãnand Swãmi asked, “Mahãrãj, for a devotee of God, what is one of the greatest obstacle in his bhakti towards God?”
Shriji Mahãrãj replied, “For a devotee of God, the greatest obstacles are that he does not realise his own drawbacks, his mind becomes aloof from God and His Bhakta, and he develops indifference towards the Bhakta of God. These are the greatest obstacles for a devotee.”
[Gadhadã III-8]