પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-3-2010, સારંગપુર
આજે દીક્ષાપ્રસંગ નિમિત્તે હજારો હરિભક્તો ઊમટ્યા હતા. આ પ્રસંગનો લાભ લેવા માટે અમદાવાદથી કેટલાક કાર્યકરો વહેલી સવારે નીકળ્યા હતા. હીરાવાડી વિસ્તારના પાંચ કાર્યકરોમાં સહ-નિર્દેશક કરસનભાઈ આઈ. પટેલ, નીલકંઠભાઈ ડી. ઠુમર, અંબરીષભાઈ નાનજીભાઈ પટેલ, મૂકેશભાઈ વસાણી વગેરે વહેલી સવારે સારંગપુર આવી રહ્યા હતા અને તેઓની ગાડી ધંધૂકા નજીક ટ્રક સાથે અથડાતાં ચારે કાર્યકરો ત્યાં જ અક્ષરનિવાસી થયા હતા. પાંચમા કાર્યકર ઘનશ્યામભાઈ ઠુમર સખત ઘવાયા હતા. દીક્ષા-પ્રસંગ ચાલુ હતો એ જ દરમ્યાન સ્વામીશ્રીને આ વાત મળી, એટલે સંતો દ્વારા બધી જ વ્યવસ્થા કરાવી.
આવા અલૌકિક અને દિવ્ય પ્રસંગમાં પણ આશીર્વચનમાં તેઓને શ્રદ્ધાંજલિ અર્પવાનું સ્વામીશ્રી ન ચૂક્યા. સ્વામીશ્રીએ આશીર્વચનો દરમ્યાન આ વાત કરતાં કહ્યું : ‘આજે એક એવો પ્રસંગ બન્યો છે કે આપણને દુઃખ થાય છે. મોટરમાં અહીં હરિભક્તો આવતા હતા ને ધંધૂકા પાસે અકસ્માત થયો ને ચાર ભાઈઓનો દેહ પડી ગયો. અહીં જ આવતા હતા, નિર્દેશક હતા, મહારાજની ઇચ્છાથી થયું છે. કર્તા ભગવાન છે, આવરદા રાખવી કે કાઢવી બધું ભગવાનની ઇચ્છાની વાત છે. એ જ્ઞાન છે તો રોદણાં નહીં. ભગવાને જે કર્યું એ સારું જ છે. તો એ પ્રસંગને માટે આજે આપણે ધૂન કરીએ. એમના આત્માને શાંતિ મળે, ભગવાન એમને સુખિયા કરે, એમના કુટુંબમાં પણ શાંતિ રહે, એના માટે આપણે થોડીક ધૂન કરી લઈએ.’ આટલું કહેતાં સ્વામીશ્રીએ પોતે જ ‘સ્વામિનારાયણ.... સ્વામિનારાયણ....’ ધૂન ઉપાડી. લગભગ પાંચ મિનિટ સુધી સ્વામીશ્રીએ જાતે જ ધૂન કરાવી.
Vachanamrut Gems
Gadhadã II-17:
A Non-Believer can not Realise the Greatness of a Devotee
“… On the other hand, non-believers in the world, regardless of whether they are pundits or fools, are unable to develop such firm understanding of God. Moreover, they do not recognise a devotee possessing a staunch understanding, nor do they realise the greatness of a devotee of God. Therefore, only a devotee of God can recognise another devotee of God, and only he can realise his greatness…”
[Gadhadã II-17]