પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-2-2017, દિલ્હીથી જાલંધર જતાં વિમાનમાં
ત્રણ હરિભક્તોએ સ્વામીશ્રીની આજ્ઞા પ્રમાણે સેવા કરવાનું સ્વીકાર્યું હતું. સ્વામીશ્રી જ્યારે દિલ્હીથી જાલંધર ચાર્ટર્ડ વિમાનમાં જઈ રહ્યા હતા ત્યારે આ હરિભક્તોએ સ્વામીશ્રીને પ્રાર્થના કરી : ‘આપની આજ્ઞા પ્રમાણે અમે આ સેવા તો કરી દેશું, પણ અમારું અક્ષરધામ પાકું કરજો.’
સ્વામીશ્રી કેફથી કહે : ‘અક્ષરધામ સાથે લઈને જ ફરીએ છીએ.’
અક્ષરધામ પમાડવું એ પુરુષોત્તમ નારાયણ અને અક્ષરબ્રહ્મની મોનોપોલી છે. સ્વામીશ્રી સ્વયં અક્ષરબ્રહ્મ છે. તેથી જ તો તેમના શબ્દોમાં અને સ્વરમાં અક્ષરધામ આપવાની નક્કર પ્રતીતિ રણકે છે, જે આપણાં હૈયામાં પણ નક્કર પ્રતીતિ કરાવી જાય છે.
Vachanamrut Gems
Loyã-6:
Scriptures that Should be and Should not be Heard
Then Shriji Mahãrãj asked another question: "Which scriptures should be heard and studied, and which scriptures should not be heard or studied?"
Once again Shriji Mahãrãj replied, "Scriptures which do not promote God possessing a form and do not describe God's avatãrs, but instead discuss pure Vedãnta and propound a single, formless entity, should never be studied or heard, even if they have been written by someone very intelligent. Also, even though they may be merely devotional songs like those composed by Ranchhod Bhakta, if they describe God's form, they should be sung and heard. Such scriptures should also be studied and heard."
[Loyã-6]