પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-10-2010, સારંગપુર
સ્વામીશ્રી ભ્રમણ કરી રહ્યા હતા. સામે બેઠેલા ધર્મસેતુ સ્વામી કહે : “દુનિયામાં એટલા બધા પ્રશ્નો છે, એમાં પણ કેટલાક પ્રશ્નો સ્વભાવને લીધે હોય છે. આ સત્સંગ તો દિવ્ય અને ચિંતામણિરૂપ છે, પણ એમાં પણ સ્વભાવ અને દોષોને કારણે પ્રશ્નો હોય છે. પણ ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે ‘ભગવાન અને સંત એક દૃષ્ટિ કરે તો બધું ટળી જાય.’ આપ આ લોકમાં સૌને સુખિયા કરવા માટે પધાર્યા છો, તો પછી આપને પણ લાભ થાય અને અમને પણ લાભ થાય એવો એક ઉપાય મેં વિચારી રાખ્યો છે અને એ ઉપાય છે : આપની દૃષ્ટિ. દૃષ્ટિ કરવામાં આપને કોઈ જ દાખડો પડશે નહીં. અત્યારે આપનો આખો દિવસ હરિભક્તોના અને સૌના પ્રશ્નોને ટાળવામાં જ જાય છે. સાચી વાત છે ને ?”
ધર્મસેતુ સ્વામીની વાત સાંભળીને સ્વામીશ્રી મરક મરક હસતા રહ્યા.
એટલે ધર્મસેતુ સ્વામી કહે : ‘અત્યારે અહીં જેટલા બેઠા છીએ એ સૌ ઉપર એક પ્રયોગ આપ કરો. હમણાં જ દૃષ્ટિ કરો, જેથી આપને પણ નિરાંત અને અમને પણ નિરાંત.’
સ્વામીશ્રી કહે : ‘આ પ્રયોગ કર્યો એટલે તો તમે અહીં આવી ગયા. ત્યાંનું (અમેરિકાનું) સુખ મૂકીને અહીં આવવું એ એમનેમ ઓછું થાય છે ? આ વાત સમજાઈ છે અને મોક્ષનું દ્વાર ભગવાન અને સંત છે એ સમજાયું છે, તો અહીં આવ્યા છો અને એટલું સમજાય તો કામ પણ થઈ જાય. કથાવાર્તા કરતાં કરતાં આ વાત સમજાઈ જશે. બધું સારું સુખ મૂકીને આવ્યા, એના કરતાં પણ અધિક આ સુખ છે એ સમજાયું છે ને !’
ધર્મસેતુ સ્વામી કહે : ‘પણ દૃષ્ટિ કરો એમાં બેય બાજુ ફાયદો છે.’
સ્વામીશ્રી કહે : ‘દૃષ્ટિ કરી જ છે ને ! એટલે તો આવ્યા ! યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે ભણેલા-ગણેલા સાધુ કરવા છે. એટલે તમે બધા ખેંચાયા અને હવે એ જ બ્રહ્મરૂપ કરી નાખશે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ કોણ હતા એ તો સમજ્યા જ છો ને ! આ કૉલેજમાં આવ્યા છો તો હવે ભગવાન અને સંતની દયાથી બધું થઈ જશે.’
ધર્મસેતુ સ્વામીએ ફેરવી ફેરવીને ઘણી બધી વખત વાત કરી, પરંતુ સ્વામીશ્રીએ એક જ વાત પકડી રાખી કે સાધના તો આપણે જ કરવાની છે.
Vachanamrut Gems
Gadhadã III-12:
Destroying the Jiva!
“… However, by maligning God or His Bhakta, the jiva is also destroyed. Someone may ask though, ‘How can the jiva be destroyed?’ Well, for example, just as a eunuch cannot be called a man or a woman – he can only be called a eunuch, similarly, the jiva of a person who maligns God or His Bhakta also becomes impotent; i.e., it is never able to endeavour for its own liberation. Therefore, his jiva should be known as having been destroyed. Knowing this, one should never malign God or His Bhakta.”
[Gadhadã III-12]