પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-2-2017, દિલ્હી
આજે સવારે સ્વામીશ્રી હિતેશભાઈ કોન્ટેક્ટનો હાથ પકડીને હરિભક્તોને પૂજાદર્શનનો લાભ આપવા સભા-મંડપમાં જઈ રહ્યા હતા, ત્યારે તેમણે સ્વામીશ્રીને પ્રાર્થના કરી : ‘સ્વામીજી ! આમ ને આમ અક્ષરધામમાં હાથ પકડીને લઈ જજો.’
સ્વામીશ્રી ભાવમાં આવીને જમણા હાથે ખેંચતા હોય તેવી મુદ્રા કરતાં બોલ્યા : ‘ખેંચીને લઈ જઈશું.’
ગુણાતીતાનંદ સ્વામીએ 1/335મી વાતમાં કહ્યું છે કે ‘ભગવાનને પોતાના ભક્તને મારી-કૂટીને પણ બ્રહ્મરૂપ કરવા છે.’ તેમ આ પુરુષ પણ આપણને અવશ્ય બ્રહ્મરૂપ કરે તેવા છે. ન જવું હોય તોપણ અક્ષરધામમાં લઈ જાય તેવા છે.
Vachanamrut Gems
Gadhadã II-1:
What Causes Infatuation?
"Therefore, the panchvishays are the cause of infatuation. Moreover, there are three grades of those vishays - superior, average and inferior. Of these, if a person who has obtained superior vishays encounters someone who obstructs him from them, then that person becomes angry on the latter. From that anger, infatuation develops."
[Gadhadã II-1]