પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-3-2010, સારંગપુર
સ્વામીશ્રી ભોજન અંગીકાર કરી રહ્યા હતા. અમેરિકાથી આવેલા હરિદર્શન સ્વામી તથા અન્ય સંતોએ ત્યાં કેવું વિચરણ ચાલે છે એનો ચિતાર આપ્યો અને હરિભક્તોનાં સમર્પણની વાતો પણ કરી.
આ સાંભળીને સ્વામીશ્રી કહે : ‘હરિભક્તો રાજી થાય એ બહુ મોટી વાત છે. સત્સંગી આપણી ખેતીવાડી કહેવાય. એમાં જ ઠાકોરજીની સેવા થાય. હરિભક્તોને નિષ્ઠા, હેત થાય, પછી એને કાંઈ કહેવું ન પડે.’
હરિદર્શન સ્વામી કહે : ‘આમ તો હરિભક્તોને બીજી અપેક્ષા હોતી નથી, બધા બહુ સમર્પિત છે.’
સ્વામીશ્રી કહે : ‘હરિભક્તને અપેક્ષા ન હોય, પણ આપણે તો તેમની સેવાની ટેવ રાખવી જ. આપણે આ અંગ પાડવું. બધા સરખા ન હોય, એટલે ક્યારેક બોલાવા-ચલાવાનું ન થાય તો પાછો પડી જાય. એક વખત નિષ્ઠા થાય પછી વાંધો ન આવે. યોગીજી મહારાજ તો એટલું બધું રાખતા - હરિભક્તને બોલાવે-ચલાવે, રમાડે-જમાડે, ઠેઠ દરવાજેથી તેડાવે. એમનું અંગ જ એવું.
એ જ રીતે કથાવાર્તાનું અંગ પણ પાડવું. ડૉક્ટર સ્વામીને આવું છે. આટલી શારીરિક તકલીફો અને ઉંમર થઈ છે તોય કેટલી કથાવાર્તા કરે છે ? એક દહાડામાં દસ-દસ વાર કરે છે. મહંત સ્વામીની તબિયત પણ એવી છે. વિવેકસાગર સ્વામી, ત્યાગ-વલ્લભ સ્વામી, કોઠારી સ્વામી, ઈશ્વર સ્વામી આ બધા જ એવા છે. જીવમાં દૃઢ થઈ ગયું છે એટલે કથાવાર્તા વગર, સેવા વગર રહી ન શકાય.’
Vachanamrut Gems
Gadhadã II-15:
The Thought to Overpower Swabhavs
“… Without this thought, though, the enemies in the form of the swabhãvs can never be overpowered, regardless of whichever types of other thoughts one may apply. Therefore, keeping enmity towards one’s swabhãvs is the greatest thought of all.”
[ Gadhadã II-15]