પ્રેરણા પરિમલ
'તેં સારો વિચાર કર્યો છે, તો એવું કરજે.'
સારંગપુરમાં સ્વામીશ્રી બિરાજતા હોય ત્યારે ગામનો ભરવાડ રઘો એક નિશ્ચિત જગાએ ઊભો રહીને સ્વામીશ્રીને મળે છે. આજે પૂજા બાદ ઠાકોરજીનાં દર્શન કરીને પ્રદક્ષિણામાં સૌને મળતાં મળતાં સ્વામીશ્રી રઘાકોર્નર આગળ પધાર્યા. સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં રઘા ભરવાડ સાથેની ગોઠડીને માણવા માટે હકડેઠઠ સંતો, પાર્ષદો અને સાધકો ભરાયેલા હતા. સ્વામીશ્રી રઘાને જોઈને ઊભા રહ્યા અને પૂછ્યું : 'કેમ છે, રઘા?'
'મજો છે.' રઘાએ એની ભાષામાં ઉત્તર વાળ્યો, સ્વામીશ્રીને કહે : 'હવે અહીં આવ્યા છો તો ગામમાં રોકાવ ત્યારે.'
સ્વામીશ્રી કંઈક પ્રતિભાવ આપે એ પહેલાં તેણે કહ્યું : 'જો ન રોકાવ તો તમે ફરી ન આવો ત્યાં સુધી એક ટાણાં કરીશ, પછી રાત્રે તમારે ખવડાવવા આવવું પડશે મને.'
ભરવાડના આવા ભાવ આગળ સ્વામીશ્રી કંઈ બોલ્યા સિવાય મૌન જ રહ્યા.
રઘુ ભરવાડ કહે : 'ગામમાંથી દારૂ અને જુગાર બંધ કરાવવા છે.' તે હાલ સારંગપુર ગામનો સરપંચ છે. તેથી જવાબદારીની રૂએ તેણે વ્યસનમુક્તિની વાત કરી.
આ સાંભળતાં જ સ્વામીશ્રી કહે : 'એ બરાબર છે. ગામમાં એક તો સ્વચ્છતા જોઈએ અને લોકોના પૈસા ને જિંદગી બગાડતા જુગાર ને દારૂ એ બંનેને બંધ કરવા જોઈએ. ગામ બધી જ રીતે ચોખ્ખું રહે એવું કરવું જોઈએ. આ તેં સારો વિચાર કર્યો છે, તો એવું કરજે.' એમ કહી સ્વામીશ્રીએ તેને પ્રસન્નતાના આશિષ આપ્યા, જીવનશુદ્ધિ એ સ્વામીશ્રીનો સૌ માટે સુખનો મંત્ર છે. એમના યોગમાં આવનાર રઘા જેવા સૌ કોઈ આ મંત્રને જીવમાં ઉતારે છે. ને બીજાનાં જીવનને પણ શુદ્ધિ કરવા કટિબદ્ધ થાય છે. (૨૧-૧૧-૨૦૦૪, સારંગપુર)
Vachanamrut Gems
Gadhadã II-16:
Shraddhã – the means to greatness
“… In the same way, if a person has abundant shraddhã, then even if he has only recently become a satsangi, he will still become great…”
[Gadhadã II-16]