પ્રેરણા પરિમલ
ફર્સ્ટ નંબર
રાત્રે આરામમાં પધારતા પહેલાં યોગીજી મહારાજે યાદ કર્યું, 'કિશોરભાઈને નાસ્તો કરાવજો...' પોતે ગોળી લેતાં કહ્યું, 'આપણે આ (દવાનો) નાસ્તો...' એમ કહી હસ્યા. વળી કહે, 'આવતીકાલે ગાંધી જયંતી બહુ મોટો ઉત્સવ... ગાંધીજીએ દેશને સ્વરાજ્ય અપાવ્યું.'
'બાપા, આપે માળા ફેરવીને અપાવ્યું.' એક સેવકે કહ્યું.
'ના, શાસ્ત્રીજી મહારાજે અપાવ્યું... અમે તો દેરીમાં પચીસ માળા ફેરવતા, છ મહિના સુધી, શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી મળ્યું.'
પછી અત્યારના ભણતરની વાત નીકળી. સ્વામીશ્રી કહે, 'અમારે તો 'પ્રભુ તેને પ્રસન્ન તે કેમ થાય, તારા દીલનું કપટ કેમ જાય ?' અને 'પ્રભુ તું એક છે, સર્જ્યો તેં સંસાર' એવી કવિતાઓ આવતી...' વગેરે સ્મૃતિ કરી.
'બાપા આપનો પહેલો નંબર આવતો ને?' સેવકે પૂછ્યું.
'હા, ફર્સ્ટ.'
'અત્યારે પણ દુનિયામાં ફર્સ્ટ!'
'અત્યારે તો માંદામાં ફર્સ્ટ છે!'
સૌ ખડખડાટ હસી પડ્યા. એટલે કહે, 'આમ પણ ફર્સ્ટ અને માંદામાં પણ ફર્સ્ટ નંબર.'
Vachanamrut Gems
Gadhadã II-47:
Fraternity Among Devotees
“… In this way, we should foster fraternity among devotees of God by realising each others’ greatness.”
[Gadhadã II-47]