પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-9-2010, સારંગપુર
‘દિવ્ય ભાસ્કર’ના એડિટર ઇન ચીફ અજયભાઈ ઉમટ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓને પત્રકારત્વ ક્ષેત્રે શ્રેષ્ઠ ઍવોર્ડ ‘હરીન્દ્ર દવે એવોર્ડ’ મળ્યો હતો.
થોડા સમય પૂર્વે જ અજય ભાઈએ ‘ભગવાન છે જ’ એ સંદર્ભમાં અસરકારક પ્રવચન કર્યું હતું, એ વિષયક લેખ પણ અદ્ભુત લખ્યો હતો. એ અંગે વાતો થઈ.
સ્વામીશ્રી કહે : ‘લોકોને એમ છે કે આ બધું આૅટોમૅટિક થાય છે, પણ બધું જ કર્તવ્ય ભગવાનનું છે. એ સિવાય બીજું છે કોણ ? ભગવાન જ છે, પણ કેટલાકને અભિમાન આવી જાય છે.’
અજયભાઈ કહે : ‘જેટલા મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા, એ લોકો છેલ્લે તો એમ જ કહે છે કે જેટલું જેટલું વધારે સંશોધન કરીએ છીએ એટલું ભગવાનની સમીપ જતા હોઈએ એવું અનુભવાય છે. જે વૈજ્ઞાનિકો અતિ ઊંડા ઊતર્યા છે એ બધા જ કહે છે - ભગવાન છે જ. ભલે ધર્મનું સ્વરૂપ બદલાય, પણ ભગવાન અને ભગવાન ઉપરની શ્રદ્ધા તો એની એ જ રહેવાની.’
સ્વામીશ્રી કહે : ‘માણસ પોતાના બળથી કરવા જાય છે, પણ એમ કરતાં કરતાં થાકે એટલે પછી કહે કે ‘બધું ભગવાન કરે છે.’ આપણે તો વેદોથી જ ચાલ્યું આવે છે. ઉપનિષદમાં પણ સારી રીતે પરમાત્માનું નિરૂપણ કરેલું છે. ૠષિઓએ અનુભવથી વાત કરી છે.’
Vachanamrut Gems
Vartãl-14 :
For Whom is There no Means for Redemption?
“… there are no means to be redeemed for one who has maligned the Satpurush…”
[Vartãl-14 ]