પ્રેરણા પરિમલ
બાળકોના સ્નેહી સ્વામીશ્રી
(તા. ૦૧-૦૩-૨૦૦૮, મુંબઈ)
સ્વામીશ્રીના મુંબઈ નિવાસ દરમ્યાન જુદા જુદા પ્રસંગોએ બાળકોએ પણ પોતાના પ્રાણપ્યારા સ્વામીશ્રીને પ્રસન્ન કરવા વ્રત-તપથી લઈને ભિન્ન ભિન્ન સ્વરૂપે ભક્તિ અદા કરતા રહ્યા હતા.
આજે મયૂર શશિકાન્ત પટેલ(શિકાગો), માર્કંડ સોની, જોગી દવે તથા આશિષ મહેતા વગેરે નાનાં બાળકોએ સ્વયંભૂ રીતે એક નાનો સંવાદ તૈયાર કરી રાખ્યો હતો. મયૂરે ગુણાતીતાનંદ સ્વામીની 'ઝેરના લાડવા ખાતાં સારા લાગે, પણ ઘડીક પછી ગળું ઝલાય છે...' વાતની એક્શન દ્વારા રજૂઆત કરી અને અન્ય ત્રણ બાળકો ઝેર ખાઈને મરી ગયા હોય એ રીતે ગૂંગળાઈને નીચે જમીન ઉપર પડ્યા.
સ્વામીશ્રી હસતાં હસતાં કહે, 'ઝેરના લાડવા એટલે શું ?'
બાળકો કંઈ બોલ્યા નહીં.
એટલે સ્વામીશ્રી કહે : 'બજારનું ખાઈએ એ. એટલે બજારનું ખાવાનું નહીં અને નિયમધર્મ બરાબર રાખવાના.'
મહાશિવરાત્રીના દિવસે સ્વામીશ્રી જ્યારે ઠાકોરજીનાં દર્શન કરી રહ્યા હતા ત્યારે બાળક મુમુક્ષુ અજમેરા 'યોગીજીને વંદન વારંવાર....' એ કીર્તન ગાઈ રહ્યો હતો. તેમાં તેણે ગાયું : 'મોક્ષ દેવા મુમુક્ષુને વિચરો સાંજ-સવાર...'
આ સાંભળીને સ્વામીશ્રી કહે, 'મુમુક્ષુને મોક્ષ દેવા જ રાત-દિવસ વિચરે છે.' આટલું કહીને પછી કહ્યું કે 'મોક્ષ લેવા માટે બહારનું ખાવાનું કે બહારનાં ગીતો સાંભળવાનાં બંધ કરવાનાં.'
વસંતપંચમીના દિવસે મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી સ્વામીશ્રી પાંચમા માળે પ્રાતઃપૂજામાં પધાર્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજની જીવનગાથામાંથી 'એક રાત્રે...' એ કીર્તન શરૂ થયું. નાનકડા ડુંગર ભક્તના વેશમાં માર્કંડ સોની નીડરતાથી લાકડી લઈને ચાલી રહ્યો હતો, ગોળ ગોળ ફરી રહ્યો હતો. ભૂતોના અવાજ પાર્શ્વભૂમાંથી આવતાં હતા અને થોડી વારમાં તો મહોરાં પહેરેલાં આ ભૂતોએ એક સાથે અડિંગો જમાવ્યો. ડુંગર ભક્તને બિવડાવવા માટેની કારી અફળ ગઈ. આ દૃશ્ય ટૂંકમાં ભજવાયું અને સ્વામીશ્રીનો રાજીપો મેળવતું ગયું. સ્વામીશ્રીએ માર્કંડ સહિત ભૂત બનેલા તમામ યુવકો-કિશોરોને પણ આશીર્વાદ આપ્યા. માર્કંડ કહે, 'આ ભૂતોની જેમ જ માયાનાં ભૂતો અમારી અંદર પડેલાં છે એને આપ કાઢો.'
સ્વામીશ્રી કહે, 'નીકળી જ જવાના.' આ રીતે કોલ આપીને સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધાર્યા.
નાના બાળકોનાં હૈયે સ્વામીશ્રીએ શુદ્ધ આહાર-વિહારના નિયમો અને ઉચ્ચ આધ્યાત્મિક મૂલ્યો સહજ સહજમાં સિંચી દીધાં.
Vachanamrut Gems
Gadhadã I-3.2:
Attain the abode of God
Vishnu-yãgs; annually celebrate Janmãshtami, Ekãdashi and other observances; and gather brahmachãris, sãdhus and satsangis on these occasions. After all, even if a sinner remembers these occasions at the time of his death, he will also attain the abode of God.”
[Gadhadã I-3.2]