પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-2-2017, દિલ્હી
સ્વામીશ્રી બાળદિનની સભામાં પધાર્યા. પ્રવક્તાએ જાહેરાત કરી કે ‘अब दिल्ही का बाल-युवा वृंद स्वामीश्री के चरणों में एक नृत्यांजलि प्रस्तुत करेगा।’
સ્વામીશ્રીએ તરત સેવક સંતો સામે એક સૂચક દૃષ્ટિ કરી. સ્વામીશ્રીનાં ચરણ નીચે એક મોટું આસન રાખવામાં આવ્યું હતું. સ્વામીશ્રીએ ઇશારાથી જ સમજાવી દીધું કે ‘આ આસન નૃત્ય કરનારને નડશે. કદાચ પગ ભરાય અને તેઓ પડે પણ ખરા ! તેવું ન થાય તે માટે ઝડપથી આસન લઈ લો.’ સેવકોએ તરત જ સ્વામીશ્રીની દૃષ્ટિ- આજ્ઞાનું પાલન કર્યું.
જે વિચાર આયોજકો, સંચાલકો, પ્રેક્ષકો કે સ્વયં નૃત્ય કરનારને પણ નથી આવતો તે વિચાર સ્વામીશ્રીને આવે છે, કારણ કે સ્વામીશ્રી આપણા સૌની હૃદયથી ચિંતા કરે છે. આપણને સૌને હૃદયથી ચાહે છે.
Vachanamrut Gems
Loyã-7:
Constituents of Bhakti
"Now, what constitutes bhakti? It is when one becomes brahmarup and performs the bhakti of the manifest form of God…"
[Loyã-7]