પ્રેરણા પરિમલ
'મનને મારીશ તો યોગીબાપા રાજી થશે.'
રાજકોટનો યોગેશ સુનીલભાઈ પારેખ નામનો બાળક સ્વામીશ્રી પાસે આવ્યો. સ્વામીને કહે, 'મારે પ્રસંગ કહેવો છે.'
'કહે.'
લાઇનને થંભાવીને એને પ્રસંગ કહેવાની સ્વામીશ્રીએ અનુમતિ આપી.
એણે સ્વામીશ્રીને કહ્યું, 'હું સ્કૂલમાં હતો. એક દિવસ એકાદશી હતી અને સ્કૂલમાં ફ્રૂટસલાડ બનાવવામાં આવ્યો હતો. આ ફ્રૂટસલાડમાં કસ્ટર્ડ પાવડર નાખવામાં આવ્યો હતો. એકાદશીને દિવસે એ ખવાય નહીં, એટલે મેં મારા શિક્ષકને કહીં દીધું - આજે એકાદશી છે અને હું આ ફ્રૂટસલાડ નહીં લઉં અને મારા મનને પણ કહી દીધું કે તું ગમે એટલું કરીશ, પણ આજે તો હું તને મારીશ.'
આ સાંભળી સ્વામીશ્રીના મુખમાંથી 'વાહ!' નીકળી ગયું. આધ્યાત્મિક માર્ગ શૂરવીરતાનો માર્ગ છે. નિયમ-પાલનમાં જે શૂરવીર થાય છે તે મહારાજને સ્વામીને ગમે છે. આ બાળક જ્યારે સ્વામીશ્રી પાસે આશીર્વાદ લેવા આવ્યો ત્યારે સ્વામીશ્રીએ પ્રસન્નતાનો ધબ્બો આપી કહ્યું : 'બસ આ રીતે જ મનને મારતો રહેજે તો સુખિયો થઈશ ને જોગીબાપા રાજી થશે.' (૧૮-૧૧-૨૦૦૪, ગઢડા)
Vachanamrut Gems
Gadhadã II-17:
Undistorted Understanding
“Therefore, the understanding of a person who has developed an unflinching refuge of God will not become distorted, regardless of whether he is very learned in the scriptures, or he is naïve…”
[Gadhadã II-17]