પ્રેરણા પરિમલ
આપ સ્વામિનારાયણ પોતે?
શ્રી હરિપ્રસાદ મંછારામ ચોકસી, પેઢીગત પાકા સત્સંગી. એમના પિતાશ્રી મંછારામભાઈ એટલે જૂના સંપ્રદાયમાં અગ્રણી મુંબઈ રાજ્યમાં સરકારી વકીલ અને ગુજરાત રાજ્ય જુદું પડતા ગુજરાતમાં સરકારી વકીલ તરીકે હરિપ્રસાદભાઈ નિમાયા. સત્સંગમાં પણ એટલા જ અનુભવી અને જૂના. 'શાસ્ત્રીજી મહારાજ વડતાલથી શાથી છૂટા પડ્યા ?' એ સમજવા એમને પ્રયત્ન કરેલો, એથી શાસ્ત્રીજી મહારાજની સાધુતા, વિદ્વતા અને સિદ્ધાંત નિષ્ઠા માટે એમને ખૂબ જ આદર. પાછળથી યોગીજી મહારાજની સાધુતાએ અને નિર્દોષતાએ એમનું હૃદય આરપાર વીંધી નાંખ્યું. યોગીજી મહારાજ મુંબઈ પધારે ત્યારે અચૂક દર્શને આવે, આશીર્વાદ મેળવે. ૧૯૬૦માં યોગીજી મહારાજે ગ્રહણ કરેલ બિમારીમાં ચોકસી સાહેબે પોતાના વિશાળ આવાસ-કમલ મહલમાં સ્વામીશ્રીને બે મહિના રાખી ખૂબ સેવા કરી. યોગીજી મહારાજ પ્રત્યે એમને કોઈ અનેરો ભાવ જાગ્યો.
તેઓ અમદાવાદમાં સ્થિર થયા હતા. એક સાંજે મંદિરે યોગીજી મહારાજનાં દર્શને આવ્યા.
'આપ આ ઉંમરે બહુ ભીડો કેવી રીતે વેઠી શકો છો તે મને સમજાતું નથી ? આપ સ્વામિનારાયણ પોતે છો કે શું છો તે મને સમજાવો ?' સ્વામીશ્રીના બે હાથ પોતાના હાથમાં લઈ તેઓ ગદ્ગદિત થઈ પૂછી રહ્યા હતા.
'એવું કંઈ નથી, અમે તો દાસના દાસ છીએ.' સ્વામીશ્રી જાણે આવું સાંભળવામાં પણ અપરાધ થઈ જતો હોય એમ દાસભાવે બોલ્યા.
છતાં ચહેરાના અતિ ગદ્ગદ્ ભાવ-પ્રતિ-ભાવરૂપી શબ્દોથી જાણે એ જ પ્રશ્ન ચોક્સી સાહેબ પૂછી રહ્યા હતા - એમ જણાતું હતું. એમણે સ્વામીશ્રીના બે હાથો દબાવી, આગ્રહ ચાલુ રાખ્યો.
એમના આર્દ્રભાવથી મહાત થઈ છેવટે યોગીજી મહારાજ બોલ્યા : 'સ્વામિનારાયણ ભગવાને આપેલી શક્તિ કામ કરે છે.'
હૃદયને જે જવાબ જોઈતો હતો તે મળતા ચોક્સી સાહેબ હરખાઈ ગયા. આજુબાજુ ઊભેલા સૌ પણ હસી પડ્યાં. આત્માનો અવાજ આત્મા જ સાંભળે અને સમજે!
Vachanamrut Gems
Gadhadã III-27:
The Kinds of Obstinacy that Should be Kept and Not Kept
“The details of the kind of obstinacy a devotee should and should not keep are as follows: One type of obstinacy is observing the vows of non-lust and other such vows; the other type of obstinacy is behaving with the feeling that one will be able to sleep only if one’s place is here and not if it is elsewhere. The latter and other innumerable forms of obstinacy that are the result of trivial swabhãvs should not be considered the same as the former type of obstinacy. The obstinacy of observing religious vows is as essential as one’s own life; it is extremely beneficial. That type of obstinacy should be kept with an understanding of its importance. But if the latter type of obstinacy, which is due to swabhãvs, is formed, it should be thought of as worthless; and if the Sant asks one to abandon it, it should be abandoned. The former type of obstinacy, however, should not be abandoned.”
[Gadhadã III-27]