પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-3-2010, સારંગપુર
દર્શન કરતાં કરતાં સ્વામીશ્રી મંદિરની રૂપચોકીમાં પધાર્યા. અહીં એકત્રિત થયેલા સંત-પાર્ષદો સ્વામીશ્રીનાં દર્શન કરી રહ્યા હતા.
એ દરમ્યાન સ્વામીશ્રીને ઉધરસ આવી. રૂડા સ્વામી કહે : ‘ઉધરસ અમને આપી દો.’
સ્વામીશ્રી કહે : ‘હું તો આ ખુરશીમાં બેઠો છું ને બેઠો બેઠો ફરું છું. તમને ઉધરસ થાય એ સારું નહીં. તમને ઉધરસ ન થાય, તાવ ન આવે, મન માંદું ન થાય. સંતો ફરશે તો કામ થશે. અમે તો આ બેઠા છીએ.’
Vachanamrut Gems
Gadhadã II-17:
God is Uninfluenced
“… Therefore, God is certainly not subject to change; He is absolutely uninfluenced.”
[Gadhadã II-17]