પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-3-2010, સારંગપુર
ગયા વખતના ઓછા વરસાદના કારણે અહીંનું યજ્ઞપુરુષ સરોવર ખાલી પડ્યું હતું, તળિયું દેખાઈ રહ્યું હતું. આ સંદર્ભમાં સંતોએ સ્વામીશ્રીને વિનંતી કરતાં કહ્યું : ‘અહીંનો ડેમ ભરાય ત્યાં સુધી આપ અહીં રહો. ડેમ ભરાશે તો આ સંતોરૂપી ગુલાબ અને મોગરા ખીલી જશે અને લીલા રહેશે.’
સ્વામીશ્રીએ આ જ વાતને આધ્યાત્મિક વળાંક આપતાં કહ્યું : “પાણી વગર પણ લીલા રહે એવું કરો ને ! માન-અપમાનમાં એકતા રાખતા શીખે, અખંડ આનંદમાં હોય, ‘જ્યાં જુઓ ત્યાં રામજી, દૂસરો ન ભાસે રે...’ એવું રહે તો લીલું-સૂકું થાય જ નહીં.”
હરિપ્રકાશ સ્વામી કહે : ‘આપ આશીર્વાદ આપજો તો આવી સ્થિતિ થાય.’
‘આશીર્વાદ કેટલા આપવા ?’
‘અમે તો જીવ છીએ, પણ આપની પાસે આવ્યા છીએ તો એવી સ્થિતિ કરી દેજો.’
સ્વામીશ્રી કહે : ‘જીવનમાં ભક્તિ દૃઢ કરવી. માન-અપમાન, સુખ-દુઃખ બધાંમાં શાંતિ શાંતિ રહે. એવી સ્થિતિ થાય તો પછી કહેવું જ ન પડે. દરેકનો મહિમા સમજાય, કથાવાર્તા - ભજન-કીર્તન - સેવા થાય એ રીતે જીવન કરવું.’
Vachanamrut Gems
Gadhadã II-13:
The Means to Overcoming One's Weaknesses
“… When you thoroughly realise God as such, you will encounter no obstacles on the path to liberation. Without such firm understanding of the nature of God, though, one will never be able to overcome one’s weaknesses, regardless of the amount of renunciation one maintains or the number of fasts one performs.”
[Gadhadã II-13]