પ્રેરણા પરિમલ
ગુરુહરિ પ્રત્યેની આત્મીયતા
(તા. ૧૩-૦૨-૨૦૦૮, મુંબઈ)
સાંજે ભોજન અંગીકાર કરવા વિરાજ્યા એ દરમ્યાન સ્વામીશ્રી યોગીજી મહારાજની સ્મૃતિવીડિયો નિહાળી રહ્યા હતા. જુદાં જુદાં કીર્તનના આધારે યોગીજી મહારાજનાં દૃશ્યો સાંકળતા આ વીડિયો શૉમાં કેટલાંય દૃશ્યોનું વારંવાર પુનરાવર્તન થતું હતું.
એકના એક દૃશ્યોનું પુનરાવર્તન જોઈ ઉપસ્થિત સૌ અંદરઅંદર વાતો કરતા હતા ત્યારે સ્વામીશ્રી બોલી ઊઠ્યા કે 'ભલે એકનાં એક દૃશ્યો વારે વારે આવે, પણ જોગી બાપા એવા હતા કે ગમે તેટલી વાર તેમનાં દર્શન કરીએ, કંટાળો જ ન આવે. આનંદ ને આનંદ જ રહે. અલમસ્ત મૂર્તિ હતા.'
ગુરુહરિ પ્રત્યેની સ્વામીશ્રીની અનન્ય પ્રીતિનાં આ દર્શન હતાં.
Vachanamrut Gems
Gadhadã I-57:
Power of Jiva
"… After all, the jiva is extremely powerful. The mind and indriyas are all merely the kshetra, whereas the jiva is their kshetragna; it can achieve whatever it attempts."
[Gadhadã I-57]