પ્રેરણા પરિમલ
'સારું કામ કરવામાં ક્યારેય બીવું નહિ.'
વહીવટમાં પારદર્શકતા લાવવા માટે શું શું પ્રયત્નો કરે છે એની વાત સ્વામીશ્રીને કરી ને સાથે સાથે એણે કહ્યું, 'આપે આપેલા સંસ્કારોને લીધે સરકારમાં હોવા છતાં મને સતત કાર્યરત રહેવાની પ્રેરણાઓ મળતી રહે છે અને પ્રામાણિક રહેવાનું બળ મળતું રહે છે. એને લીધે મારી કાર્યવાહી જોઈને સરકારે, હું બીજા દરજ્જાનો આફિસર હોવા છતાં, શિક્ષકો અને અધિકારીઓના ટ્રેનિંગમાં પ્રવચન આપવા માટે મને નીમ્યો છે અને સરકાર તરફથી મને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.'
આ સાંભળી સ્વામીશ્રી કહે : 'સરકાર હોય એ સારા કામ માટે એવોર્ડ આપે અને હું તને પ્રસાદ આપું છુ, લે.' એમ કહીને સ્વામીશ્રીએ થાળમાંથી પ્રસાદ લઈ અને એને આપ્યો અને આશીર્વાદ આપતાં કહ્યું કે 'હજી પણ સારામાં સારું વ્યવસ્થિત કામ થાય. સફળતા મળે અને વિઘ્નસંતોષીઓ હોય એનાથી રક્ષા થાય, એ માટે પ્રાર્થના કરીશ અને તું પણ મહારાજ સ્વામીને પ્રાર્થના કરતો રહેજે. મહારાજ અને સ્વામીનો આશરો છે એટલે સારું કામ કરવામાં ક્યાંય બીવું નહીં.' (૧૬-૧૧-૨૦૦૪, ગોંડલ)
Vachanamrut Gems
Gadhadã II-16:
The Importance of Niyams
“… However, if a person does not observe these niyams, then regardless of how intense his vairãgya may be, or how much gnãn he may possess, he will not remain stable in any way…”
[Gadhadã II-16]