પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-9-2017, ઍડિસન
એલ.એ.ના ત્રણ સંતો આજે વિદાય લઈ રહ્યા હતા. અમેરિકા વિચરણના અંત ભાગમાં સંત-સંમેલન થવાનું હતું, તેમાં પણ આ સંતો આવી શકવાના નહોતા. તે સંતોએ સ્વામીશ્રીને વિનંતી કરી : ‘સ્વામી ! આ સંત-સંમેલનનો સાર કહી દો.’
સ્વામીશ્રી કહે : ‘દિવ્યભાવ.’ થોડી વાર પછી તેમાં ઉમેરો કરતાં કહે : ‘દિવ્યભાવ, સંપ અને નિર્માનીપણું.’
ત્રણ દિવસના સંમેલનનો સાર ત્રણ શબ્દોમાં !!
Vachanamrut Gems
Gadhadã II-60:
Suffering of Other Devotees Distresses a True Devotee
“… Thus, only an outcast or a non-believer would not feel hurt when a devotee of God encounters some sort of misery, but a devotee of God would definitely become distressed by the suffering of other devotees.”
[Gadhadã II-60]