પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૩૦૫
સારંગપુર, તા. ૧૨-૮-૧૯૭૦
આજે બપોર પછી યોગીજી મહારાજ ગામમાં તથા જૂના મંદિરમાં પ્રસાદીનાં સ્થાનોએ દર્શને પધાર્યા હતા. જૂના મંદિરમાં બ્રહ્મચારીના આશ્રમના મેડે ધોલેરાના એક વૃદ્ધ સંત ઘણાં સમયથી માંદા હતા તેમને જોવા સારુ સ્વામીશ્રી દર વખતે પધારતા. આ વખતે પણ સ્વામીશ્રી સૌ સંતો-હરિભક્તો સાથે એમને મળવા ગયા. તેઓ બહુ રાજી થયા ને સ્વામીશ્રીને કહે : 'તમે બહુ દયા કરી, દર્શન દેવા પધાર્યા. મારી એક વિનંતી છે. તમારે ને મહારાજને એકાત્મભાવ છે. તો તમે મહારાજનાં દર્શન કરો ત્યારે મારી અરજી કરજો કે મને મહારાજ ધામમાં લઈ જાય.'
જૂના સંતોને પણ સ્વામીશ્રી પ્રત્યે કેટલો દિવ્યભાવ હતો તે સૌએ જાણ્યું. સ્વામીશ્રી મંદ-મંદ હસવા લાગ્યા. પછી સૌ હરિભક્તો પાસે એમની સેવા કરાવી ત્યાંથી વિદાય લીધી.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã I-71:
Two Unforgivable Sins
Thereupon Somlã Khãchar asked, "God forgives all of the mistakes of His devotees, but which one mistake does God not forgive?"
Shriji Mahãrãj replied, "God forgives all other mistakes, but He does not forgive the mistake of spiting a devotee of God. Therefore, one should never harm a devotee of God in any way whatsoever. Furthermore, of all mistakes made against God, to denounce the form of God is a very grave mistake. One should never make this mistake. One who does do so commits a sin more serious than the five grave sins…"
[Gadhadã I-71]