પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-9-2010, સારંગપુર
જનમંગલ સ્વામી કહે : ‘આ ઉંમરે આપ કેટલી બધી પ્રવૃત્તિ કરો છો ? બહાર તો કેટકેટલું હાલે છે અને આપ રૂમમાં બેઠાં બેઠાં શાંતિથી સંચાલન કરો છો.’
સ્વામીશ્રી કહે : ‘શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ કરી ગયા છે, એને બરાબર સાચવવું તો પડે ને ! હજી એ જ કામ કરે છે. કરે છે પણ એ અને પ્રવેશ પણ એમનો છે.’
જનમંગલ સ્વામી કહે : ‘શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ તો થોડું કરી ગયા હતા. આપે તો કેટલું બધું વધાર્યું ?’
સ્વામીશ્રી કહે : ‘થોડું કરી ગયા - એમ કહેવાય જ નહીં. બધું એમનાથી જ થાય છે, એ જ કરે છે. જિંદગીની જિંદગી જતી રહે તોય આપણાથી એમના જેટલું થાય નહીં, કેટલી મોટી વાત છે ?!’
કૃષ્ણવલ્લભ સ્વામી કહે : ‘એ કરી ગયા એ વાત બરાબર, પણ અત્યારે તો તમારામાં રહીને કરે છે ને ?’
જનમંગલ સ્વામી કહે : ‘આપના વગર તો કોઈની પિપૂડી વાગે એમ નથી.’
સ્વામીશ્રી કહે : ‘બીજા તૈયાર થયા છે અને સારી સેવા કરે છે.’
જનમંગલ સ્વામી કહે : ‘ધીરજ તો તમારી. તમારા પેટમાં બધું સમાઈ જાય. બીજાએ અક્ષરધામ બાંધ્યું હોય તો અધ્ધર ને અધ્ધર જ રહે, નીચે ઉતારવો પડે ને આપ તો જેને સોંપ્યું એના પર કેટલો વિશ્વાસ ! કોઈ દહાડો કાંઈ ચિંતા પણ નહીં.’
સ્વામીશ્રી કહે : ‘જેના સંકલ્પથી જ થયું છે, જેણે બાંધ્યું છે, એ જ ચિંતા કરે છે ને એ જ સાચવે છે. આપણે શું કરવાની ચિંતા ? એમનો પ્રવેશ થઈ ગયો અને જુઓ 800 સંતો થઈ ગયા, 800 થતાં વાર પણ ન લાગી.’
“અમે એક બહારની સંસ્થાના મંદિરમાં ગયા હતા. ડૉક્ટર સ્વામીએ એ મંદિરના મહંતને પૂછ્યું : ‘સાધુ કેટલા છે ?’
‘સાત.’
‘તો સાધુ વધારો ને !’ એવું જ્યારે ડૉક્ટર સ્વામીએ કહ્યું ત્યારે મહંત કહે : ‘સાધુ તો વધારાય જ નહીં. સાધુઓનું યુનિયન થઈ જાય તો ડખા થઈ જાય, વધારે બનાવાય જ નહીં.’
એને આટલામાં ચિંતા અને આપે તો 800 કરી નાખ્યા.”
સ્વામીશ્રી કહે : ‘યોગીબાપાનો સંકલ્પ છે, એટલે એ બનાવે છે અને એ જ સાચવે છે.’
જનમંગલ સ્વામી કહે : ‘એવો ચમત્કાર કરો કે તમે જુવાન થઈ જાવ. સંસ્થા જામી છે ત્યારે તમે જરા યંગ થઈ જાવ તો કેવી મઝા આવે !’
સ્વામીશ્રી સામે બેઠેલા સંતો સમક્ષ નિર્દેશીને કહે : ‘બધા જુવાન થઈ ગયા કે નહીં ? 800 થઈ ગયા. યોગીજી મહારાજે કરી દીધા અને હવે એ ચલાવે છે.’
Vachanamrut Gems
Gadhadã II-33:
I Have Never Harboured an Improper Thought
“… In fact, I swear by the lives of these paramhansas that from the day I was born to this very day, I have never harboured an improper thought regarding women or wealth, either in the waking state or in the dream state…”
[Gadhadã II-33]