પ્રેરણા પરિમલ
યૉગીજી મહારાજના પ઼ેરક પ઼સંગૉ
યોગીજી મહારાજ સમક્ષ વચનામૃતનું વાંચન ચાલતું હતું. એ દરમ્યાન સ્વામીશ્રીએ કહ્યું, 'વચનામૃત તો અમૃતવાણી. અમૃતવાણી એટલે ? અક્ષરધામની વાણી. જ્યારે વાંચીએ ત્યારે આનંદ આવે. સવારે વાંચીએ, બપોરે વાંચીએ, રાત્રે વાંચીએ, જ્યારે વાંચીએ ત્યારે આનંદ, બીજા બધા પુસ્તકોમાં આવો આનંદ ન આવે. બીજા પુસ્તકો તો એકવાર વાંચીએ પછી મૂકી દઈએ. ને આ તો વાંચ્યા જ કરવાનું મન થાય.'
એકધારો વચનામૃતનો મહિમા આ રીતે સ્વામીશ્રીએ વર્ણવ્યો. જેણે એ અમૃત ચાખ્યું હોય - પચાવ્યું હોય એ જ આવું વર્ણન કરી શકે. સાક્ષાત્કાર વગર થોડો ઘણો પણ બીજામાં માલ મનાઈ જાય.
Vachanamrut Gems
Vartãl-2:
Necessities for Pleasing God
“… Therefore, God is only pleased upon one who realises God to possess a definite form and to be the creator, sustainer and destroyer of the cosmos.”
[Vartãl-2]