પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 18-2-2017, પુણે
સ્વામીશ્રી હરિભક્તોને મુલાકાત આપી રહ્યા હતા ત્યારે સિનસિનાટીથી અરવિંદભાઈ પટેલ નામના હરિભક્ત આવ્યા. તેમને જોતાં જ સ્વામીશ્રી કહે : ‘પેસ્તનજી બન્યા’તા.’ બે-ત્રણ સેકન્ડ તો અરવિંદભાઈ પણ વિચારમાં પડી ગયા. સ્મૃતિ સતેજ કરી અને પછી એકદમ બોલી ઊઠ્યા : ‘ઓ...ઓ...ઓ... I was 10–12 years old (હું 10-12 વર્ષનો હતો).’
એમને પૂછવામાં આવ્યું: ‘ક્યારની વાત છે ?’
તેમણે કહ્યું : ‘1977માં હું 10-12 વર્ષનો હતો ત્યારે નૈરોબીમાં સંવાદ ભજવાયેલો, તેમાં હું પેસ્તનજી બનેલો. 38 વર્ષ થવા આવ્યાં. મારી સ્મૃતિમાંથીય જતું રહ્યું હતું!’
શિકલ-શરીર બધું બદલાઈ ગયું હોય... એક વાર જોયા હોય... એ પણ સંવાદમાં તોય સ્વામીશ્રીની સ્મૃતિમાં તે સંગૃહીત થઈ જાય છે.
Vachanamrut Gems
Gadhadã II-4:
Means to Constant Contemplation on God
"… Thus, without realising God's greatness in this way, even if a person endeavours in a million other ways, he will still not be able to constantly contemplate upon the form of God. Conversely, only one who realises the greatness of God is able to constantly contemplate upon Him."
[Gadhadã II-4]