પ્રેરણા પરિમલ
બાળસ્નેહી સ્વામીશ્રી...
(તા. ૩૧-૦૧-૨૦૦૮, મુંબઈ)
સ્વામીશ્રી વ્હીલચૅરમાં વિરાજીને આગળ વધી રહ્યા હતા. આ દરમ્યાન અમેરિકાથી આવેલા જયંતીભાઈ સાંગાણીને પણ સ્વામીશ્રી મળ્યા. તેઓનો નાનો સુપુત્ર બાજુમાં જ બેઠો હતો. એને પણ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવવાનો ઉમંગ હતો. ગઈકાલે એ મોડો પડ્યો હોવાથી આજે તે ઉમંગમાં ને ઉમંગમાં રાતના અઢી વાગે ઊઠી સ્નાનથી પરવારીને વહેલી સવારના જ મંદિરે આવી પહોંચ્યો હતો. આજે સ્વામીશ્રી સૌને મળતાં મળતાં એના માથે હાથ મૂક્યા વગર જ આગળ વધી ગયા ત્યારે એ નાનો બાળક ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. હરિભક્તોને દર્શનદાન આપીને સ્વામીશ્રી જ્યારે લિફ્ટ આગળ પધાર્યા ત્યારે તેઓની દૃષ્ટિ આ રડતા બાળક ઉપર પડી. સ્વામીશ્રીએ એને નજીક બોલાવી રડવાનું કારણ પૂછ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે તેના માથે હાથ મૂકવાનો રહી ગયો છે. સ્વામીશ્રીએ એને નજીક બોલાવી માથે પિતા તુલ્ય વહાલ કરતાં હાથ ફેરવ્યો અને ગુલાબનું પુષ્પ આપી તેની પાસે 'જય સ્વામિનારાયણ' બોલાવ્યું.
Vachanamrut Gems
Gadhadã I-56:
Pleasing God
"…Therefore, devotees of God should not harbour any form of vanity whatsoever. That is the only means to please God…"
[Gadhadã I-56]