પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-9-2017, રોબિન્સવિલ
આજે એક મુસ્લિમ ભાવિક મહિલાનો સ્વામીશ્રી પ્રતિ પત્ર આવ્યો હતો જે નીચે મુજબ છે :
Your Holiness, P.P. Mahant Swami.
My name is Samira Early. In the past 20 years, I have learned to love and find deep meaning in BAPS. Although both of my parents are Muslim and growing up in a Muslim home, I grew to love Pramukh Swami Maharaj and have found his teachings to lead me in many ways in my life's path.
Just yesterday, I learned about the Thakorji Tula at Akshardham in New Jersey. I am very fond of murtis, I have my own Nilkanth murti in my home. It brings me peace, as I pray to it for Swami, for family and friends, when someone falls ill, for whole communities when turmoil strikes areas of this world, and when Pramukh Swami Maharaj passed away.
I learned a long time ago that Akshardham was a dream of Pramukh Swami Maharaj. It was very unfortunate that I did not have the opportunity to see Pramukh Swami Maharaj when he was in the US the last time before his passing. So, when I learned about this ceremony yesterday, I felt very compelled to be a part of it, in ANY way.
Please accept as a donation, my gold bracelet. This comes from deep within me, wholeheartedly. This is not just a piece of jewelry to me, this bracelet is very significant, as it was given to me by my parents on my wedding day. I shared with my mom and dad this morning, that I wanted to donate this bracelet. They gave me many blessings to do so, and they are very proud of me. God willing, as I become more successful in my career, I would like to begin to donate 10% of my earnings in the future to BAPS.
I admire the unity that BAPS invokes within the family, community, and religion, no matter your background or culture. Most of all, I admire the preaching of being humble and egoless, as this will lead to ultimate happiness and harmony within our lives.
I know it's your birthday, so I have already prayed for your health to carry you over 100 years old. Happy birthday to you, Your Holiness, P.P. Mahant Swami !
With love,
Samira Early
પરમ પૂજ્ય મહંત સ્વામી...
મારું નામ સમીરા અર્લી છે. છેલ્લાં 20 વર્ષમાં હું બી.એ.પી.એસ. પાસેથી ‘પ્રેમ અને જીવન’ના ઊંડા મર્મ શીખું છું. મારાં માતાપિતા મુસ્લિમ છે, અને હું મુસ્લિમ ઘરમાં ઉછરી છું, પણ મને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે પ્રેમ છે અને તેઓનાં પ્રેરણાવચન મને મારા જીવનમાર્ગ પર ઘણી બધી રીતે દોરી રહ્યાં છે.
ગઈકાલે જ મેં જાણ્યું કે ઠાકોરજીની તુલા થઈ રહી છે. મને મૂર્તિઓ ખૂબ પ્રિય છે. મારી પાસે મારા ઘરે નીલકંઠવર્ણીની મૂર્તિ છે. સ્વામી ! જ્યારે હું તેમની સામે મારા પરિવાર કે મિત્રો બીમાર પડે અને પ્રાર્થના કરું, વિશ્વમાં અશાંતિ પ્રવર્તે અને પ્રાર્થના કરું અને પ્રમુખસ્વામી મહારાજ અક્ષરધામ પધાર્યા ત્યારે પ્રાર્થના કરી ત્યારે આ મૂર્તિએ મને સૌથી વધારે શાંતિ આપી છે.
ઘણા સમય પહેલાં મને ખબર પડી હતી કે અક્ષરધામ એ પ્રમુખસ્વામી મહારાજનું સ્વપ્ન છે. એ ખૂબ કમનસીબ વાત છે કે અક્ષરધામ સિધાવતાં પહેલાં, છેલ્લી વખત જ્યારે પ્રમુખસ્વામી મહારાજ અમેરિકા આવ્યા ત્યારે મને તેઓનાં દર્શનની તક મળી નહોતી. અને જ્યારે ગઈકાલે મેં આ તુલાની વાત સાંભળી ત્યારે મને થયું કે મારે અવશ્ય આના ભાગીદાર થવું જ જોઈએ. કૃપા કરીને મારી આ સુવર્ણની પાૅંચી સ્વીકારજો. તે મારા હૃદયના ભાવથી મોકલાવેલી છે. તે ફક્ત એક ઘરેણાનો ટુકડો નથી. તે મારા માટે ખૂબ મહત્ત્વની છે, કારણ કે મારાં લગ્નના દિવસે મારાં માતાપિતાએ તે મને આપી હતી. મેં મારાં માતાપિતાને આજે સવારે આ દાનની વાત કરી, ત્યારે તેમણે પણ મને ખૂબ આશીર્વાદ આપ્યા અને તેઓ આના માટે મારા પર ગૌરવ અનુભવે છે. અને જો ભગવાનની ઇચ્છા હોય અને હું મારી કારકિર્દીમાં વધુ સફળ થાઉં, તો મારે મારી આવકનો 10 ટકા ભાગ બી.એ.પી.એસ. સંસ્થામાં આપવાની શરૂઆત કરવી છે.
બી.એ.પી.એસ. સંસ્થા કુટુંબ, સમાજ અને ધર્મમાં - પછી તે ગમે તે સંસ્કૃતિ હોય - એકતા લાવે છે તે મને ખૂબ ગમે છે. સૌથી વધારે તો આ સંસ્થા નમ્ર અને અહંકારમુક્ત થવાનો જે ઉપદેશ આપે છે તેની હું પ્રશંસા કરું છું, કારણ કે તે આપણા જીવનને સર્વોચ્ચ આનંદ અને સંવાદિતા તરફ દોરી જાય છે.
હું જાણું છું કે આજે આપનો જન્મદિવસ છે, તેથી મેં પહેલેથી જ આપના સ્વાસ્થ્ય અને આપનાં 100 વર્ષ પૂરાં થાય તે માટે પ્રાર્થના કરી દીધી છે.
પરમ પૂજ્ય મહંત સ્વામી ! આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
લિ. હેતપૂર્વક,
સમીરા અર્લી.
એક મહિલા પત્ર લખે... વળી પાછા મુસ્લિમ...! વળી સમર્પણની વાત કરે...!! વળી સ્વામીશ્રીના શતાયુ માટે પ્રાર્થના કરે...!!!
ખરેખર, આ પત્ર ઘણું બધું કહી જાય છે !