પ્રેરણા પરિમલ
યૉગીજી મહારાજના પ઼ેરક પ઼સંગૉ
યોગીજી મહારાજની પ્રેરણાથી ગોંડલમાં 'નૈમિષારણ્ય ગુરુકુળ' નું આયોજન ચાલુ હતું. જેમાં છાત્રાલય, પાઠશાલા, સંગીત, સંશોધન, પ્રકાશન વગેરે પ્રવૃત્તિઓ શરૂ થવાની હતી. ગુરુકુળમાં છાત્રાલયનું કાર્ય પ્રથમ શરૂ થવાનું હતું. એથી સંતોએ પૂછાવેલું કે એનું નામ શું રાખવું? છાત્રાલય સાથે સ્વામીશ્રીનું નામ જોડવાની સૌની ઇચ્છા હતી. ઈશ્વરચરણ સ્વામીએ એક દિવસ સ્વામીશ્રીને આ અંગે પૂછ્યું.
તો આ વાતની વચ્ચે જ પોતે બોલી ઊઠ્યા, 'ના, આપણું નામ ન હોય. શાસ્ત્રીજી મહારાજનું રાખો. 'સ્વામી શાસ્ત્રીજી મહારાજ છાત્રાલય' એવું નામ રાખો.'
'એમનું નામ તો રાખવાનું જ છે. ગુરુકુળની ઘણી પ્રવૃત્તિઓમાં એક પ્રવૃત્તિ એમનાં નામે શરૂ થશે. પણ છાત્રાલાય સાથે આપનું નામ રાખવાની બધાની ઇચ્છા છે...' એમ દલીલ કરી.
'તો પ્રમુખસ્વામીનું નામ રાખો, પણ મારું નામ ન રાખો.' સ્વામીશ્રી નિખાલસભાવે કહેવા લાગ્યા, 'આપણે તો સેવા કરીએ પણ શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખસ્વામીનું નામ આગળ આવે એમાં હું બહુ રાજી...' સહજભાવે ઉચ્ચારાયેલા આ શબ્દો એમની ગુરુભક્તિ અને અમાનિત્વભાવ પ્રગટ કર્યા વગર રહેતા નથી.
Vachanamrut Gems
Vartãl-1:
Conviction of God's From is Nirvikalp Samadhi
“… In the same manner, regardless of whether a person has controlled his prãns or not, if he has a firm conviction of the manifest form of Shri Krishna Bhagwãn – without any form of doubts whatsoever – then he has attained nirvikalp samãdhi.”
[Vartãl-1]