પ્રેરણા પરિમલ
યૉગીજી મહારાજના પ઼ેરક પ઼સંગૉ
બોચાસણમાં એક રવિવારની સવારે યુવક મંડળની સભામાં બોચાસણના ઉત્સાહી યુવક ચીમનભાઈ માસ્તર પાસે યોગીજી મહારાજે કીર્તન ગવરાવ્યું. આનંદ-ઉત્સાહની છોળો ઊડાડતા એમની ગાવાની પદ્ધતિથી સ્વામીશ્રી બહુ રાજી થતા. એક કીર્તન પૂરું થયું એટલે કીર્તનભક્તિમાં તાળી પાડતા-બ્રહ્માનંદનો તાલ મિલાવતા સ્વામીશ્રી પોતાની લાક્ષણિક શૈલીમાં બોલ્યા : 'બીજું... ત્રીજું...' - એમ ત્રણ કીર્તન ગવરાવ્યાં. કીર્તન-ભક્તિનો અનેરો આનંદ, સ્વામીશ્રીએ પોતાની મૂર્તિનું સુખ આપતા, સૌને લૂંટાવ્યો.
સભા પૂરી થતા સ્વામીશ્રી પોતાનાં ઉતારામાં પધાર્યા યુવાન સંતો-ભક્તો સ્વામીશ્રીને વીંટળાઈને બેઠા હતા, ચરણ ચાંપતા હતા ત્યાં સ્વામીશ્રી કહે, 'મને કીર્તન-ભક્તિ પહેલેથી જ બહુ પ્રિય. એ મારું અંગ. કોઈ કીર્તન ગાય તો પણ મને તેમાં આનંદ આવે.' આવી રીતે સ્વામીશ્રી ઘણીવાર પોતાની વાત કરતા સૌને નિર્દોષભાવમાં તાણી જતા.
Vachanamrut Gems
Gadhadã II-57:
Reason for Cultivating Atma-Realisation
“… However, to behave as the ãtmã does not mean to believe oneself to be Brahma and act waywardly. Rather, the purpose of behaving as the ãtmã is to realise, ‘I am the ãtmã, and there are no hindrances of mãyã within me. If that is so, how can there be even the slightest trace of mãyã in Paramãtmã Nãrãyan Vãsudev, who transcends the ãtmã?’ For this reason then, the virtue of ãtmã-realisation should be firmly cultivated so that in no way does one perceive any fault in God.”
[Gadhadã II-57]