પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
મોજનું મૂલ ન હોય
આ જ મુસાફરીમાં હરિપ્રકાશદાસ સ્વામીએ સ્વામીશ્રી સમક્ષ વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 7નો મુખપાઠ રજૂ કર્યો. સ્વામીશ્રી આ રજૂઆત પછી પણ અદ્ભુત વાત, પ્રાપ્તિના સંદર્ભમાં કરવા લાગ્યા :
‘ભગવાનની કૃપા થાય તો જ આ જોગ થાય. આપણા પુરુષપ્રયત્નથી કાંઈ ન થાય. આપણાં પુરુષપ્રયત્ન, સાધન બધાં સુષુપ્તિમાં લીન થઈ જાય, પર જાય જ નહીં. એટલે ભગવાનની કેવી કૃપા ! આપણે કહીએ છીએ ને - રાજી થાય... હરાજીમાં જે વધારેમાં વધારે કિંમત આપે તેને વસ્તુ મળી જાય, 10 લાખની વસ્તુ હોય તોપણ લાખ, પચાસ હજારમાં મળી જાય; પણ એવી રીતે પણ નથી. શ્રીજીમહારાજે કહ્યું કે પૂર્વના સંસ્કાર હોય તેને સત્સંગ મળે. પણ પૂર્વના સંસ્કાર પણ ઓછા પડે. ગમે તેવો થાય તોય ભગવાનની કૃપાથી જ કહેવાય. પેલી 10 લાખની વસ્તુના લાખ તો આપ્યા ને ?! આપણને તો મફત જ મળ્યું છે ! એની કિંમત જ ચૂકવાય નહીં એવું છે.’
હરિપ્રકાશદાસ સ્વામી સૌની મૂંઝવણને શબ્દદેહ આપતાં કહે : ‘એવું થાય છે કે સ્વભાવ-દોષો ક્યારે ટળશે ?’
‘આમ ટળી જશે.’ સ્વામીશ્રી ચપટી વગાડીને બોલી ઊઠ્યા.
હરિપ્રકાશદાસ સ્વામી કહે : “આ વચનામૃત મેં પ્રમુખસ્વામી મહારાજ આગળ રજૂ કર્યું હતું ત્યારે પૂછ્યું હતું : ‘આમાં પ્રત્યક્ષ ભગવાનની વાત કરી છે. પ્રત્યક્ષ = પ્રતિ + અક્ષ. એટલે આંખો સામેનું સ્વરૂપ. તે આપ છો ને ?’ સ્વામીબાપાએ હા પાડી હતી. તેમ અત્યારે તે પ્રત્યક્ષ સ્વરૂપ આપ છો ને ?”
સ્વામીશ્રીએ મસ્તક હલાવીને ‘હા’ પાડી. પછી કહે : ‘આ વાર્તાલાપનું ટાઇટલ આપજો : ‘મોજનું મૂલ ન હોય.’
Vachanamrut Gems
Loyã-8:
Good or Bad Nature
Then Shriji Mahãrãj asked, "Some children have a mature nature like elder people, whereas some have an extremely fidgety nature. Is that nature due to company, or is it inherent within their jiva?"
Shriji Mahãrãj answered, "For the most part, a good or bad nature is due to the company one keeps, but in some cases, it is due to past karmas."
[Loyã-8]