પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-2-2010, સારંગપુર
બ્રહ્મતીર્થ સ્વામી તથા ઘનશ્યામપ્રસાદ સ્વામી વગેરે રસોડા વિભાગના સંતોએ આ વખતના ફૂલદોલના સમૈયામાં થયેલા આયોજનની સંપૂર્ણ વિગતો આપી. છેલ્લે બ્રહ્મતીર્થ સ્વામી કહે : ‘આ વખતે સમૈયામાં ઉપસ્થિત સૌને સ્વામિનારાયણ ખીચડી અને છાશ આપવાની છે. દાળ અને ચોખા આપના તરફથી આવે છે એ જ વાપરવાના છે.’
સ્વામીશ્રી કહે : ‘અમારા તરફથી કાંઈ આવતું નથી. બધું હરિભક્તો તરફથી આવે છે. મહારાજની દયાથી આવે છે. એમ સમજો.’
નારાયણચરણ સ્વામી કહે : ‘આ સંસ્થા આપની છે, હરિભક્તો પણ આપના છે, એટલે આપના તરફથી જ કહેવાય ને !’
સ્વામીશ્રી કહે : ‘એ વાત સાચી છે, પણ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની સંસ્થા છે અને એમની કૃપા અને સંકલ્પે હરિભક્તો આપણને આપે છે.’
Vachanamrut Gems
Gadhadã II-16:
The Importance of Niyams
“… However, if a person does not observe these niyams, then regardless of how intense his vairãgya may be, or how much gnãn he may possess, he will not remain stable in any way…”
[Gadhadã II-16]