પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-2-2017, સારંગપુરથી વિદ્યાનગર જતાં ગાડીમાં
એક સાધકને સાધુ થવા માટે માતા-પિતા તરફથી રજા મળી ગઈ હતી, પણ અન્ય સંબંધીઓને હજુ થોડી અવઢવ રહેતી હતી. સ્વામીશ્રી જ્યારે સારંગપુરથી વિદ્યાનગર જતા હતા ત્યારે તેઓએ આ પરિવાર ઉપર ફોન દ્વારા અદ્ભુત પ્રેરણા-વચનો વરસાવ્યાં હતાં :
“શ્રીજીમહારાજે કહ્યું છે કે આપણે અનંત જન્મ લીધા છે. સાચી વાત છે કે ખોટી ? એટલે અનંત જન્મનાં અનંત મા-બાપ થયાં. તમારી બા તમારી દીકરી હશે, સાસુ હશે, ગમે તે હશે... અનંત જન્મથી આપણે ઊલટ-સૂલટ બધાં રિલેશન બાંધ્યાં છે. એ જો ખોટું હોય તો બોલો. એટલે એ અનંત જન્મનાં સગપણ બધાં ખોટાં અને શ્રીજીમહારાજે કહ્યું કે ‘સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું.’ આ વાત જો સાચી હોય તો વિચારવું કે નહીં ? એટલે આપણે તો ભગવાનનાં ચરણે અર્પી દેવો. અને ભગવાન પ્રગટ છે, ન હોત તો બરાબર. પરોક્ષમાં આપવાની વાત અને ભગવાન પરોક્ષ હોય તો વાત જુદી, પણ પ્રગટ છે; એટલે જો એમનામાં મનુષ્યભાવ આવે કે ‘આ મનુષ્ય છે’ તો વાત થઈ રહી - પ્રગટ મળ્યા તે ન મળ્યા, કોઈ વાત ન રહી. એટલે આપણે તો સમજીને સમજણ રાખવી.”
સ્વામીની વાત યાદ આવી ગઈ : ‘બાપના હૈયામાં સ્ત્રી છે તે છોકરાને પરણાવે છે ને સાધુના હૈયામાં ભગવાન છે, તે જીવના હૈયામાં ઘાલે છે.’
Vachanamrut Gems
Loyã-8:
Shraddha and Faith Lead to Progress
"Only he who has shraddhã is praised by a sãdhu, and that is also why he observes dharma more staunchly. Also, he has shraddhã in serving the Sant and in listening to the talks of God. He also has faith in the Sant. Therefore, he has progressed. On the other hand, one who has not progressed despite staying in such association, should be known to lack shraddhã."
[Loyã-8]