પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-2-2010, સારંગપુર
ન્યૂયોર્ક રહેતા ભરતભાઈ પટેલ(ભાવપુરા)નો ફોન આવ્યો. તેઓએ સ્વામીશ્રીને વાત કરતાં કહ્યું : ‘1998થી ગ્રીનકાર્ડનો પ્રોસેસ ચાલુ કર્યો હતો. વચ્ચે 18 વખત આપના આશીર્વાદ લીધા હતા. દર વખતે આપ કહેતા હતા કે ધીરજ રાખજો, ભગવાન બધું સારું કરશે. અને બે દિવસ પહેલા જ ઘેરબેઠાં ગ્રીનકાર્ડ આવી ગયું.’
આ સમાચાર સાંભળીને રાજી થઈને સ્વામીશ્રી કહે : ‘તમે ધીરજ રાખી એટલે તમને ધન્ય છે. ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હતાં તો કામ થયું છે.’
ફોન પૂરો થયા પછી વળી સ્વામીશ્રીએ તેઓનાં વખાણ કરતાં સંતોને કહ્યું : ‘એની ધીરજને કેટલું ધન્ય છે ! અઢાર વખત આશીર્વાદ લીધા તોય મનમાં શંકા ન ગઈ અને ધીરજ ના ડગી. એના પરિવારની ધીરજ પણ ના ડગી, એટલે મહારાજે કામ કર્યું.’
Vachanamrut Gems
Gadhadã II-17:
Only a Devotee can Realise the Greatness of a Devotee
“… Moreover, the greatness of a staunch devotee of God can only be realised by one who is a devotee of God. Regardless of whether one is learned in the scriptures or is naïve, only one with a firm understanding of God realises the greatness of a devotee of God, and only he recognises a devotee possessing a staunch understanding…”
[Gadhadã II-17]