પ્રેરણા પરિમલ
યૉગીજી મહારાજના પ઼ેરક પ઼સંગૉ
યોગીજી મહારાજ મુંબઈમાં વહેલી સવારે પૂજા કરી રહ્યા હતા. સામે બેઠેલા એક હરિભક્ત ઉપર સ્વામીશ્રીની દૃષ્ટિ પડી. સ્વામીશ્રીએ એમને તુરત પૂછ્યું : 'તમારે કેટલા દીકરા ?'
'ત્રણ.'
'એક તો અમારી સેવામાં આવે છે. પણ બીજા બેને અમે જોયા નથી.' સ્વામીશ્રીએ આતુરતાથી કહ્યું.
'બીજા બે નાના છે, તેને કહીએ છીએ પણ આવતા નથી.' એ હરિભક્તે સંકોચાતા જણાવ્યું.
'તમારે એને સત્સંગી નથી કરવા ? સંસારમાં જોડવા હશે, એમ ને ? પણ અમારા દર્શન તો લાવો.' સ્વામીશ્રીએ આગ્રહથી કહ્યું.'હમણાં પરીક્ષા છે એટલે નથી આવી શકતા.' પિતાએ બાળકોનો પક્ષ લીધો.
'પરીક્ષા હોય તો બે મિનિટ દર્શન આવવામાં વાંધો નહિ. અહીં આવશે અને અમે એને આશીર્વાદ આપશું તો જલ્દી પાસ થઈ જાશે.''હા, બાપા.' હરિભક્તે કબૂલ કર્યું.
'આ તો અમારે શું કામ તમને કહેવું પડે કે શ્રીજીમહારાજ અમને પૂછે કે તમે ઓલા ભક્તના બે દીકરાને કેમ ન બોલાવ્યા ? શ્રીજીમહારાજ અમને વઢે કે તમે કેમ એની ખબર ન રાખી ? અમારે જવાબ દેવો પડે. એટલે અમારે તમને કહેવું પડે...'
'...હવે તમને કીધું એટલે અમારી ફરજ પૂરી થઈ. પણ અમારે તમને સંભારવું પડે. હવે બાપા અમને ન પૂછે... અમારે બીજો કોઈ સ્વાર્થ નથી.' સ્વામીશ્રીની નિઃસ્વાર્થ વાણીમાં પરભાવનો રણકો હતો.
Vachanamrut Gems
Gadhadã II-45:
All Should Remain Vigilant
“… But I do not wish to allow any affection for anything except God to remain. For this reason, then, all of the devotees and munis should remain vigilant.”
[Gadhadã II-45]