પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-9-2017, ઍડિસન
આજે શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિપર્વ નિમિત્તે સ્વામીશ્રી ભોજન લઈ લે ત્યારબાદ સંતોને પીરસે તેવું આયોજન હતું. પણ સ્વામીશ્રીએ સામેથી ઇચ્છા દર્શાવી કે ‘મારે પહેલાં સંતોને પીરસવું છે.’ તૈયાર કરેલું મિકેનીઝમ(યંત્ર) ફટાફટ ગોઠવાવા લાગ્યું, જેથી સ્વામીશ્રીને પીરસવામાં ભીડો ઓછો પડે.
સ્વામીશ્રી કહે : ‘ના. આ રીતે નહીં. મારા હાથે પીરસવું છે.’
સ્વામીશ્રીએ કરમાં સોનેરી રંગનો જગ ગ્રહણ કર્યો. એક જગમાંથી પોણા બે કે બે પત્તર ભરાતાં હશે ! એટલે વારે વારે તે જગ ભરવો પડતો હતો. પાછો તે જગ ઊંચો કરીને દરેકના પત્તરમાં દૂધપાક રેડવાનો; એટલે ભીડો તો સારો એવો હતો. પણ સ્વામીશ્રીએ એ બધુંય અવગણીને ખૂબ પ્રસન્ન થકાં એક-એક સંતને દૃષ્ટિ દ્વારા, સ્મિત દ્વારા મળતાં, દૂધપાક પીરસી રહ્યા હતા. હંમેશની જેમ સ્વામીશ્રીની કરુણાએ તેમને વેઠવા પડતા ભીડાની ઉપર સરસાઈ મેળવી.
સેવક મુનિચિંતનદાસ સ્વામી સ્વામીશ્રીને થાક ઓછો લાગે તે માટે જગને ટેકો આપતા હતા, પણ એમ કરવા જતાં દૂધપાકનાં થોડાં ટીપાં નીચે રાખેલી ચોકીમાં પડતાં હતાં. સ્વામીશ્રીને આ ન ગમ્યું. અને થોડી અરુચિ સાથે કહે : ‘આમને ઢોળવાનું જ ગમે છે.’
સેવક સંત હસીને કહે : ‘સ્વામી ! પણ એટલું તો ઢોળાય જ. એના માટે તો નીચે ચોકી મૂકી છે.’
પણ થોડીક જ સેકન્ડો પછી પ્રેમથી મુનિચિંતનદાસ સ્વામીને કહે : ‘હાથ બદલવો હોય તો બદલો. ઠંડું લાગતું હશે.’
દૂધપાક ઠંડો હતો. મુનિચિંતનદાસ સ્વામી સતત એક જ હાથથી ટેકો આપતા હતા તે પણ સ્વામીશ્રીએ નોંધી લીધું.
સ્વામીશ્રી, ગોલીટો અને ટપલો - બંને દ્વારા ઘડતર કરે છે.
Vachanamrut Gems
Gadhadã II-62:
Vital Inclinations
“If, however, one does not have intense love for God, one should strengthen only ãtmã-realisation by thought. Why? Because a devotee of God should either possess resolute ãtmã-realisation or extremely profound love for God. If a person is not firm in either one of these two inclinations, he should strictly abide by the niyams of this Satsang; only then will he be able to remain a satsangi, otherwise he will fall from Satsang.”
[Gadhadã II-62]