પ્રેરણા પરિમલ
ભગવાનના ધામમાં ગયો છે...
(તા. ૩૦-૦૪-૨૦૦૮, સારંગપુર)
એક હરિભક્ત સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓના સુપુત્રનું આકસ્મિક નિધન થયું હતું. તેમના પુત્રને સાધુ થવાની ખૂબ ઇચ્છા હતી. એટલે પિતાશ્રી રડતાં રડતાં કહે, 'મારા ઘરની પરિસ્થિતિ એવી હતી નહીં કે હું એને રજા આપી શકું. હું ના પાડતો હતો અને અચાનક એ ધામમાં ગયો. હું પણ રાખી ન શક્યો ને આપને પણ આપી ન શક્યો એની મને ખૂબ બળતરા રહે છે, માટે આશીર્વાદ આપો જેથી શાંતિ થાય.'
સ્વામીશ્રીએ તેઓને કહ્યું, 'તમારો સંકલ્પ હતો, એ પૂરો જ થઈ ગયો એમ માનજો. શાંતિ રાખજો. પેલું કંઈ આપણા હાથમાં છે નહીં. શ્રીજીમહારાજની ઇચ્છા હશે એટલે એમણે પોતાના ખોળે બેસાડી દીધો હશે. માટે કોઈ ચિંતા કરશો નહીં. તમે તમારું કામ કર્યું જ છે, માટે બળ રાખજો. એ તો ભગવાનના ધામમાં ગયો છે, માટે દુઃખ પામશો નહીં.'
Vachanamrut Gems
Gadhadã II-36:
Having nothing further to achieve
“… Then, when affection for God is developed, his vrutti continuously remains on God. When that is achieved, he has nothing further to achieve; he has become fulfilled.”
[Gadhadã II-36]