પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
એક યુવક દર્શને આવ્યો. પરદેશ રહેતા આ યુવકને ઘરમાં પ્રશ્ન હતો. મા-બાપ અંદરોઅંદર ઝઘડતાં હતાં. વળી, માના સ્વભાવ પ્રમાણે વારે વારે ડિપ્રેશનમાં આવી જતી હતી અને છોકરાને થોડી થોડી વાતમાં સલાહ આપે રાખતી હતી. આ બધાને લીધે વ્યથિત એ યુવક ભણવામાં પૂરેપૂરું ધ્યાન આપી શકતો ન હતો અને એટલે છેલ્લાં ત્રણ વર્ષથી નપાસ થતો હતો. યુવકને શું કરવું એ સમજ પડતી ન હતી. ઘરમાં રહે તો મા-બાપ ઝઘડા અને સલાહનો મારો ચલાવે અને બહાર રહે તો આર્થિક રીતે વ્યવસ્થા કઈ રીતે ગોઠવવી, આ પ્રશ્ન હતો.
સ્વામીશ્રીએ એને કહ્યું : ‘ગમે તે થાય, બોલનારા બોલે, મા પણ બોલે અને બાપ પણ બોલે, પણ મન સ્થિર રાખતા શીખ. મા-બાપનાં વચનોની વિપરીત અસર થવી જ ન જોઈએ અને મા-બાપ પ્રત્યે અરુચિ પણ થવી ન જોઈએ. હમણાં થોડો ટાઇમ માટે જુદા રહીને તારે ભણવું હોય તો મંદિરમાં રહીને ભણજે, જેથી જુદાના જુદા કહેવાય અને મા-બાપને મળવું હોય ત્યારે મળી પણ શકે.’ સ્વામીશ્રીએ તેને સુંદર ઉપાય દર્શાવ્યો.
Vachanamrut Gems
Gadhadã II-12:
When the Senses and Mind Disobey the Jiva
"… So, if the jiva becomes discouraged and relaxes its authority, then when it wishes to exercise its sovereignty over the antahkaran and orient it towards God, the antahkaran will not follow. Also, if it wishes to control the indriyas, even the indriyas will not comply. Then, even though the jiva is the king of the kingdom in the form of this body, it becomes helpless like a beggar…"
[Gadhadã II-12]