પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૭૫
ગોંડલ, તા. ૧૪-૪-'૬૧
'સ્વામીની વાતું' વંચાતી હતી ત્યારે એક ભક્તે પ્રશ્ન પૂછ્યો કે 'મોટા પુરુષને વિષે દોષ પરઠ્યો એમ ક્યારે કહેવાય ?'
યોગીજી મહારાજ કહે, 'ભૂજમાં સુંદરજીને ત્યાં મહારાજે જમતાં જમતાં કોણી ઉપર ને ખોળામાં રેલા ઉતાર્યા. સુંદરજીને સંશય થયો. જ્યારે પઠાણ કહે 'ખરેખર આ જ અલ્લા છે.' પછી દીવાન આવ્યો ત્યારે સુંદરજી કહે, 'ગંગારામ મલ્લને ત્યાં જાવ.' એમ દિવ્યભાવ ન રહ્યો. મોટા બૅરિસ્ટર હોય તે પણ જ્યારે કંઈ લખે ત્યારે તા. ૧... ૨... એમ આંકડા લખવા પડે. તેમ મોટા પુરુષ આ લોકમાં આવે ત્યારે સામાન્ય મનુષ્ય જેવાં ચરિત્ર કરે, લોકોમાં ભળી જાય, પણ તેને નિર્દોષ જ સમજવા. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે હું લાડવો ખાઉં તો સૌ કહે, જો હવે ઘરડે ઘડપણ દેવા માંડ્યું છે, એટલે ઠેઠ સુધી રોટલો ને છાશ ખાધાં.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-37:
Thoroughly Knowing the Bliss of God
“Correspondingly, once a person has thoroughly known in his own mind the bliss of God and the bliss of worshipping God, then even if he can no longer remain within the fellowship and has to leave, he will endure happiness and misery according to his prãrabdha while remembering that bliss; he will not forget it. But what is there to recall for someone who has not known that bliss of God and who has not experienced it? Nothing. Such a person, in fact, is like an animal.”
[Gadhadã III-37]