પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીની વાત્સલ્યવર્ષા
સ્વામીશ્રી ગાડીમાંથી ઊતરીને મંચ તરફ જઈ રહ્યા હતા. વડોદરાવાળા અનિલભાઈ પટેલને જોઈને સ્વામીશ્રીએ એમને નજીક બોલાવ્યા અને પૂછ્યું : 'તને કોઈ રોગ હતો, એનું કંઈ સારું થયું ?'
'હા, સ્વામી !'
અનિલભાઈ સ્વામીશ્રીની આ વાત્સલ્યવર્ષાથી ભાવવિભોર થઈ ગયા. આજથી સાત વર્ષ પહેલાં અનિલભાઈને કેડનો દુખાવો હતો. આટલાં વર્ષો પછી પણ સ્વામીશ્રીને એના આ રોગનો ખ્યાલ હતો. અનિલભાઈ અહીંના સંનિષ્ઠ કાર્યકર છે અને અહીં અક્ષરધામનું નિર્માણ થાય એ સંકલ્પ સાથે છેલ્લાં સાત વર્ષથી ધારણાં-પારણાં પણ કરે છે.
(તા. ૨૩-૫-૨૦૦૪, એડિસન)
Vachanamrut Gems
Gadhadã II-8:
Introspection
"… Therefore, physical God-related activities, such as having the darshan of God, performing His puja or engaging in discourses, devotional songs, etc., of God, are all, in fact, forms of 'antardrashti'…"
[Gadhadã II-8]