પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી આરામમાંથી જાગ્રત થઈને સોફા પર વિરાજ્યા. કૃષ્ણસ્વરૂપદાસ સ્વામી, અક્ષરપુરુષોત્તમ મહારાજની બેઠેલી સુંદર મૂર્તિ ચિત્રાંકિત કરીને લાવ્યા હતા. સ્વામીશ્રી ખૂબ રસથી દર્શન કરવા લાગ્યા. કૃષ્ણ-સ્વરૂપદાસ સ્વામીએ કાંઈ સુધારા-વધારા હોય તો સૂચવવા વિનંતી કરી. સ્વામીશ્રી કહે : ‘મહારાજ-સ્વામીનાં નેત્રો લાંબાં અને અણિયાળાં કરીએ તો વધુ સુંદર લાગશે...’
સૂચન ખરેખર અમૂલ્ય હતું. કૃષ્ણસ્વરૂપદાસ સ્વામીએ રાજીપે તે સ્વીકાર્યું. મૂર્તિ લઈને તે વિદાય થતા હતા ત્યારે સ્વામીશ્રીએ પુનઃ જોવાની ઇચ્છા દર્શાવી.
પછી ઝીણવટથી જોતાં મહારાજના જમણા ચરણનું તળિયું બતાવતાં કહે : ‘આનો વળાંક થોડો નીચેથી લેવો.’
પોતાના જમણા હાથના અંગૂઠાના નખથી ચિત્રમાં ક્યાંથી વળાંક લેવો તે બતાવ્યું.
સ્વામીશ્રીની કલાદૃષ્ટિ અને સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિનો જવાબ નથી.
Vachanamrut Gems
Loyã-14:
Shriji Maharaj Gets Along With Those...
"Also, I only get along with one who has no swabhãvs, i.e., lust, anger, avarice, affection, egotism, jealousy, hypocrisy, deceit, cravings for taste, etc.; one who observes dharma as prescribed in the Dharma-shãstras; and one who has bhakti towards God. I enjoy the company of only such a person. If a person is not like that, then I do not get along with him, even if he is staying close to Me. In fact, I feel an aversion towards him."
[Loyã-14]