પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી રાત્રે ભોજન અંગીકાર કરી રહ્યા હતા. એ દરમ્યાન ગુણસાગર સ્વામીએ અમેરિકામાં ચાલતા સંયુક્ત સત્સંગમંડળનાં આગામી આયોજનોની વાત કરી. તેઓ કહે : ‘અમે અમેરિકામાં જ્યાં જ્યાં જઈએ ત્યાં બધા એમ જ કહે છે કે ’77માં બાપા અહીં અમારા ઘરે પધાર્યા હતા. દૂર દૂરની મૉટલો હોય કે ઘર હોય, આપ ત્યાં પધાર્યા છો. આપે કેટલો બધો દાખડો કર્યો છે !!’
સ્વામીશ્રી કહે : ‘જે થયું છે એને આગળ ધકેલવું એ કામ તમારું છે ને ! આ તમે બધાં આયોજન કરો છો, મિટિંગો થાય છે અને કામ પણ થાય છે એટલે આગળ વધે જ છે.’
ગુણસાગર સ્વામી કહે : ‘અમને તો કાંઈ આવડતું નથી. કેવળ આપની દયા છે.’
સ્વામીશ્રી કહે : ‘એ તો કામ કામને શીખવે.’ એમ કહી સ્વામીશ્રીએ સત્સંગપ્રવૃત્તિના વિકાસની પ્રવૃત્તિઓને બિરદાવી.
Vachanamrut Gems
Gadhadã II-12:
One who Aspires for Liberation
"Thus, he who aspires to attain liberation should never harbour such timidity and should employ whatever measures are necessary to force the indriyas and antahkaran to accept his authority - like a king who studies books about the art of ruling and then exercises authority over his kingdom, but is not subdued by his subjects…"
[Gadhadã II-12]