પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૭૩
ગોંડલ, તા. ૧-૪-'૬૧
એક મુમુક્ષુ લખનૌથી યોગીજી મહારાજની ખ્યાતિ સાંભળી દર્શને આવ્યા હતા. સ્વામીશ્રીનાં દર્શનથી ખૂબ પ્રભાવિત થઈ તેમણે પોતાની માતૃભાષા હિંદીમાં સ્વામીશ્રીને સંબોધીને એક સ્તુતિ-કાવ્ય બનાવ્યું હતું. ખૂબ ભાવથી એમણે તે કાવ્ય સ્વામીશ્રી સમક્ષ ગાયું.
કાવ્ય પૂરું થયું કે તરત સ્વામીશ્રીએ તેમને ધીરગંભીર સ્વરે કહ્યું, 'હવે કીર્તન બનાના તો (અમને) ભગવાન નહિ લખના, સદ્ગુરુ લખના એમાં શાસ્ત્રનો બાધ આવે છે. બધા અમને ભગવાન ઠોકી બેસાડે છે. અમારે તો ભગવાન થાવું નથી. ભગવાન એક સ્વામિનારાયણ છે અને અનાદિબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તેમને રહેવાનું ધામ છે. સંતમાં ભગવાન રહ્યા તેમ લખના. આ તો તમે નવા એટલે તમને કહેવું પડે...'
એક નવી જ વ્યક્તિ, વળી પરદેશી, જેને આપણા સંપ્રદાયના તત્ત્વજ્ઞાન કે પ્રણાલી વિષે લેશમાત્ર સમજ નથી, જે સ્વામીશ્રીની પ્રતિભામાં અંજાઈ ભાવવિભોર હૃદયે પોતાની ઊર્મિઓને વાચા આપવા નમ્રભાવે એક કૃતિ તૈયાર કરે છે, તેને પણ સ્વામીશ્રી કેવા નિર્દોષ ભાવે સ્ષપ્ટતા કરતાં સાચી વાત સમજાવે છે. કેવી નિખાલસતા ! પોતાના ઇષ્ટદેવ પ્રત્યે કેવો દાસત્વભાવ -સ્વામીસેવકભાવ !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-14:
One who Maligns the Satpurush
“…So, one who maligns the Satpurush is a worse sinner than one who has committed the five grave sins…”
[Vartãl-14]