પ્રેરણા પરિમલ
શ્રદ્ધા હોય તો કામ થાય જ !
વહેલાલના સુબોધભાઈ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓને ગઈકાલે સ્વામીશ્રીએ ટકોર કરી હતી કે તમે દહીં-દૂધનું જે કંઈ બનાવો, પરંતુ એમાં ચોખ્ખાઈ ખાસ રાખજો.
આજે તેઓ પોતાના યહૂદી ભાગીદારને લઈને દર્શને આવ્યા હતા. સ્વામીશ્રીને વાત કરતાં કહે : 'આપે મને વેજિટેરિયનની વાત કરી એ મુજબ જ અમે કરીએ છીએ. આ મારો પાર્ટનર છે. પોતે યહૂદી છે અને એ પણ એવી જ ચોખ્ખાઈનો આગ્રહી છે. તેઓના રૂઢીચુસ્ત યહૂદી અનુયાયીઓ માટે ખાસ વાનગીઓ આ ફેક્ટરીમાં બનાવે છે. અને એ પણ એ લોકોના સંત એટલે કે રબાઈઓ એને માન્ય કરે પછી જ એ વસ્તુ ખાવા યોગ્ય ગણાય છે. એ રીતે તેઓ પણ આવી ચોખ્ખાઈના આગ્રહી છે.'
આ સાંભળતાં સુબોધભાઈને સ્વામીશ્રી કહે : 'અમારા રબાઈ તમે. આપણું જ્યારે કાંઈ પણ કરવાનું હોય ત્યારે તમારે ઊભા રહીને જે કંઈ વાસણ-કૂસણ હોય, ધોવરાવવાં, સાફસૂફી કરાવવી... તમે વહેલાલના છો અને વખતબાના વંશમાં છો, એટલે આટલું તો કરવું પડેને !'
સ્વામીશ્રીએ ધર્મ-નિયમની વાતને પુનઃ દોહરાવી.
સુબોધભાઈ કહે : 'આ યહૂદી ખૂબ જ ધાર્મિક છે અને તેઓના એક સ્વર્ગવાસી રબાઈને ખૂબ માને છે. જ્યારે જ્યારે પ્રશ્ન થાય ત્યારે આ રબાઈની કબર આગળ ચિઠ્ઠી મૂકી આવે છે. એમને એવી પ્રતીતિ છે કે આ ચિઠ્ઠી મૂકીશું એટલે કામ થશે જ !'
આ સાંભળીને સ્વામીશ્રી બોલી ઊઠ્યા :
'આ લોકોને કબરમાં આટલી શ્રદ્ધા છે તો કામ થાય છે, તો આપણે પણ જો ભગવાન આગળ આટલી શ્રદ્ધા રાખીને રજૂઆત કરીએ તો કામ થાય જ, કેમ ન થાય ?'
(તા. ૨૦-૫-૨૦૦૪, ન્યૂયોર્ક)
Vachanamrut Gems
Gadhadã II-8:
Introspection
"… Someone may ask, 'What is antardrashti?' The answer is: To direct one's vrutti towards either the internal or the external form of God is itself 'antardrashti'…"
[Gadhadã II-8]